નોકરી ન મળી તો 42 ગધેડા પાળ્યા, ગુજરાતનો યુવાન દૂધ વેચીને લાખોની કમાણી કરે છે

અમૂલનું નામ આવતાં જ ગુજરાતનું ચિત્ર ઉભરી આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે, આ બધાની વચ્ચે ગુજરાતના પાટણ જિલ્લામાં એક યુવકે ડોન્કી ફાર્મ ખોલીને દૂધનો અનોખો વ્યવસાય શરૂ કર્યો છે. આ યુવક દર મહિને ઓનલાઈન દૂધ વેચીને બેથી ત્રણ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. આ યુવકે ફાર્મ હાઉસમાં 43 ગધેડીઓ રાખી છે. તેમનું દૂધ પાંચ હજાર રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. ગધેડીના દૂધની કિંમત પરંપરાગત દૂધ કરતાં 70 ગણી વધારે છે.

ગુજરાતના પાટણ જિલ્લાના રહેતા ધીરેન સોલંકીએ તેના ગામમાં 42 ગધેડા સાથે ગધેડાનું ફાર્મ બનાવ્યું છે. હવે તેઓ દક્ષિણના રાજ્યોમાં ગધેડાનાં દૂધની ઓનલાઈન સપ્લાયને કારણે ચર્ચામાં આવ્યા છે. મીડિયા સાથે વાત કરતાં સોલંકીએ કહ્યું કે, હું સરકારી નોકરીની શોધમાં હતો. મને અમુક નોકરીઓ મળી પણ આ નોકરીઓમાંથી મળતા પગારથી મારા પરિવારનો ખર્ચ માંડ માંડ પૂરો થઈ શકતો હતો. આ દરમિયાન, મને દક્ષિણ ભારતમાં ગધેડા પાળવા વિશે જાણવા મળ્યું. હું કેટલાક લોકોને મળ્યો અને લગભગ 8 મહિના પહેલા મારા ગામમાં આ ફાર્મની સ્થાપના કરી. ધીરેન અનુસાર, તેણે 20 ગધેડા અને 22 લાખ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી. હવે તેની પાસે કુલ 42 ગધેડા છે.

ધીરેનના કહેવા પ્રમાણે, શરૂઆતમાં ઘણી સમસ્યાઓ હતી. પાંચ મહિના સુધી કંઈ કમાઈ ન શક્યો પણ જ્યારે મેં દક્ષિણ ભારતની કંપનીઓમાં દૂધ મોકલવાનું શરૂ કર્યું, ત્યારે મારી આવક થવા લાગી. સોલંકીના જણાવ્યા મુજબ, ગધેડી (માદા ગધેડી)ના દૂધની માંગ છે. ધીરેન હવે નિયમિતપણે કર્ણાટક અને કેરળમાં સપ્લાય કરે છે. તેમના ગ્રાહકોમાં કોસ્મેટિક કંપનીઓ પણ છે, જેઓ તેમના ઉત્પાદનોમાં ગધેડીના દૂધનો ઉપયોગ કરે છે. ધીરેન સોલંકીના જણાવ્યા અનુસાર, ગાયનું દૂધ 65 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે. ગધેડીના દૂધની કિંમત પાંચ હજારથી સાત હજાર રૂપિયા સુધીની હોય છે.

ધીરેનના જણાવ્યા અનુસાર માદા ગધેડીમાંથી મેળવેલ દૂધ કાઢીને ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે છે. ગધેડીના દૂધને પણ સૂકવીને વેચવામાં આવે છે. એક કિલો દૂધના પાઉડરની કિંમત 1 લાખ રૂપિયા સુધીની પણ હોઈ શકે છે. સોલંકીના ફાર્મમાં હવે 42 ગધેડા છે અને તેણે અત્યાર સુધીમાં લગભગ 38 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. સોલંકીએ હજુ સુધી રાજ્ય સરકાર પાસેથી કોઈ મદદ લીધી નથી. પ્રાચીન કાળ વિશે એવું કહેવાય છે કે, ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. ગધેડીના દૂધનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવતો હતો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.