વરસાદને કારણે જો મેચ રદ થાય તો ફાઇનલમાં કોણ રમશે ગુજરાત કે મુંબઇ ઇન્ડિયન્સ?

IPL 2023માં આજે,શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ક્વોલિફાયર-2 મેચમાં આમને-સામને થશે. અત્યાર સુધી બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી ચુકી છે. મુંબઈનું પલ્લું ભારે છે તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે ગુજરાતે માત્ર એક જ જીત મેળવી છે. જો કે, હવામાનનો રૂખ બદલાશે તો જો અમદાવાદમાં વરસાદ પડે તો ગુજરાતને ફેવર મળી શકે છે.આજે અમદાવાદમાં કેવી રહેશે હવામાન એ વિશે જાણી લઇએ.

આમ તો વરસાદ પડે ત્યારે એકસ્ટ્રા સમય રાખવામાં આવે છે. વરસાદ બંધ થવાની લાંબી રાહ જોવામાં આવે છે.  એવું નક્કી કરવામાં આવે છે કે ઓછામાં ઓછી 5 ઓવર રમાવી જોઇએ.જો વરસાદ બંધ ન થાય  અને પ્લેઇંગ ઇલેવન કંડીશન ખતમ થાય ત્યારે વરસાદ અટકી જાય તો તેવા સંજોગોમા સુપરઓવર એટલે કે એક ઓવરની રમતમાંથી પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્લેઓફ મેચો માટે કોઈ અનામત દિવસ નથી. આવી સ્થિતિમાં મેચના પરિણામ અંગેનો નિર્ણય તે જ દિવસે લેવામાં આવે તે નિશ્ચિત છે.

જો કોઇ કારણોસર મેચ રમાશે જ નહીં તો લીગ રાઉન્ડમમાં બંને ટીમોની સ્થિતિને આધારે વિજેતા જાહેર કરવામાં આવશે. મતલબ કે કઇ ટીમ લીગ રાઉન્ડમાં ક્યા સ્થાન પર હતી.સોથી ઉપર જે ટીમ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે અને એ ટીમ ફાઇનલ ટીમ સાથે રમશે. આવા સંજોગોમાં સૌથી વધારે ફાયદો ગુજરાત ટાઇટન્સને મળશે, કારણકે ગુજરાત ટાઇટન્સ એ લીસ્ટમાં સૌથી ઉપર રહી હતી, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથા નંબર પર હતી. એટલે મેચ રમાઇ જ નહી એવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ સીધી ફાઇનલમાં પહોંચી જશે અને તેનો મુકાબલો સીધો  CSK સાથે થશે.

જો કે હવામાન વિભાગનું કહેવું છે કે અમદાવાદમાં આજે વરસાદ પડવાની સંભાવના ઓછી છે. મોસમ સાફ રહેશે અને રમાવાની સ્થિતિ ખુબસુરત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 મે, શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયશ રહેશે. દિવસ અને રાત બંને સમસ આકાશ સાફ રહેશે.

હવામાન વિભાગે કહ્યું કે વરસાદની સંભાવના દિવસ દરમિયાન 23 ટકા અને રાતના સમયે 16 ટકા જેટલી છે. જો કે ક્રિક્રેટના ચાહકોને  મુંબઇ અને ગુજરાત વચ્ચેની રસાકસી ભરી મેચ જોવાનો ભારે ઉત્સાહ છે. વરસાદ મેચ ન બગાડે એવું બધા લોકો ઇચ્છી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.