ગુજરાતમાં PM મોદી બોલ્યા- તેમને મુસ્લિમ મહિલાઓની ચિંતા નથી અમે...

On

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અમદાવાદમાં આયોજિત ‘નારી વંદન અભિનંદન’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમમાં મહિલાઓને પાનો ચઢાવતા કહ્યુ હતું કે આવનારા દિવસોમાં જ્યારે મહિલાઓ આગળ વધશે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકશે. તેઓ તાજેતરના 33 ટકા મહિલા આરક્ષિત બિલના અનુસંધાનમાં બોલી રહ્યા હતા. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું હતું.

PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું- જ્યારે અમે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાકથી મુક્તિ અપાવવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષા દળોને પોતાના રાજકીય સમીકરણોની ચિંતા હતી. તેમને મુસ્લિમ મહિલાઓના અધિકારોની ચિંતા નહોતી. તેમને ફક્ત પોતાના વોટ બેંકની ચિંતા હતી, જ્યારે ટ્રીપલ તલાક સામે કાયદો લાવવામાં આવ્યો, ત્યારે તેઓ મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે કેમ ઉભા ન રહ્યા.

સંસદમાં નારી વંદન બિલ પસાર થયા પછી ગુજરાત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યુ કે, પહેલાં તેમણે દશકો સુધી મહિલા આરક્ષણ બિલ લટકાવી રાખ્યું. આ વખતે તેમને ખબર પડી ગઇ હતી કે સરકાર પાછળ હટવાની નથી એટલે સંસદમાં કિંતુ, પરંતુની સાથે બિલને સમર્થન આપ્યું.

અમદાવાદ એરપોર્ટ પાસે આયોજિત મહિલા અભિવાદન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે તમારી તાકાત છે કે તેમને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા. PM મોદીએ કોંગ્રેસનું નામ ન લીધું પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી આગામી ચૂંટણીમાં આ ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવશે. PMમોદી ને કહા બિલ કા સોમહાર્ત તો કિયા પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિનો ઉલ્લેખ કરીને કરી હતી. PM મોદીએ કહ્યું કે તેઓ બિલને સમર્થન આપે છે પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિને નમન કરીને કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી વંદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ મહિલાઓને કહ્યુ કે, તમે મને દિલ્હી મોકલ્યો, પરંતુ ગુજરાતના અનુભવોમાંથી જે શિખ્યો તે પ્રમાણે દેશ માટે નિર્ણયો લીધા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે એ તમારી તાકાત છે, તમારા આર્શીવાદ છે, જેણે મને નિર્ણયો લેવાની તાકાત આપી.

એ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહિલા આરક્ષણ બિલને ઐતિહાસિક બિલ તરીકે લેખાવ્યું હતું. દરેક સાંસદે બિલને સમર્થન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બિલને કારણે મહિલાઓને ફાયદો થશે.

નવા સાંસદ ભવનના કામકાજના શરૂઆતના પહેલાં જ દિવસે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું હતું, જો કે તેનો અમલ 2029 સુધીમાં થશે

Related Posts

Top News

ગોરધન ઝડફિયા એક પૂર્ણ સમર્પિત હિન્દુ સમાજસેવક

ગોરધન ઝડફિયા એક એવું નામ છે જે ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર ઊંડી છાપ ધરાવે છે. તેઓ એક સમર્પિત...
Politics 
ગોરધન ઝડફિયા એક પૂર્ણ સમર્પિત હિન્દુ સમાજસેવક

જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે

(Utkarsh Patel) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।   ફક્ત એક શ્લોક નથી, પરંતુ સંસારના સંચાલનનું મૂળભૂત સત્ય છે. નારી...
Lifestyle  Opinion 
જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે

આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

ગુજરાતના લોકોના મોંમા પાણી આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. દેશના એક રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ...
National 
આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

#gujarat #surat #Police #gujaratpolice #gujaratinews #livenews Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram...
Gujarat 
સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.