26th January selfie contest

તમારું વાહન 15 વર્ષ જૂનું છે? તો જશે ભંગારમાં, ફિટનેસ સેન્ટર તૈયાર થઇ રહ્યા છે

PC: thedailyguardian.com

જો તમારું વાહન 15 વર્ષ જૂને હશે તો હવે ભંગારમાં જશે, જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં 240 ફિટનેસ સેન્ટરો શરૂ થવા જઇ રહ્યા છે. જૂના વાહનોમાં ઘૂમાડાને કારણે હવામાં પ્રદુષણ વધારે થઇ રહ્યું છે અ વાતને ધ્યાનમાં રાખીને વ્હિકલ સ્ક્રેપ પોલીસે બનાવવામાં આવેલી છે.

હાલમાં 15 વર્ષ જૂના વાહનોના ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે. આના પર અંકુશ લાવવા માટે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લાગુ કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય તબક્કાવાર 20 વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાનો છે.

જ્યારે પોલીસી અમલમાં આવશે ત્યારે કડકાઇથી અમલ કરવામાં આવશે. આ મુજબ, જો તમારી પાસે કાર છે, તો તમે તેને પ્રથમ રજીસ્ટ્રેશન તારીખથી આગામી 20 વર્ષ સુધી ચલાવી શકો છો. ધારો કે તમે 2005માં કાર ખરીદી છે, તો તમે તેને 2030 સુધી ચલાવી શકો છો. જ્યારે કોમર્શિયલ વાહનો માત્ર 15 વર્ષ સુધી જ ચલાવી શકાય છે.

હાલમાં પોલીસીનો અમલ ન થવાને કારણે 15 થી 20 વર્ષ જૂના વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે. RTOનું કહેવું છે કે પોલિસીમાં સ્ક્રેપ એટલે કે જંક સર્ટિફિકેટના આધારે નવું વાહન ખરીદવાથી ફાયદો મળશે. 15 ટકાસુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

સરકારે જે સ્ક્રેપ પોલીસી જાહેર કરેલી છે તેના વિશે આ જાણકારી તમને કામ લાગી શકે છે.

જો જુનું વાહન ભંગાર માટે આપવું હોય તો સ્ક્રેપનું પ્રમાણપત્ર અને જો આગળ ચલાવવા માટે યોગ્ય હોય તો ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. કયા વાહનની શું સ્થિતિ છે તે ફિટનેસ સેન્ટરમાંથી જાણી શકાશે.ગુજરાતમાં ટુંક સમયમાં આવા 240 ફિટનેસ સેન્ટરો તૈયાર થવાના છે.

વાહનના રજિસ્ટર્ડ માલિકે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે સ્ક્રેપિંગ સેન્ટર પર જવું પડશે. ત્યાં જઇને વાહનની પુરી માહિતી આપવી પડશે. જો વાહનનો ચોરી સંબંધિત કોઇ રેકોર્ડ નહીં હશે તો ભંગારની પ્રક્રિયા આગળ વધારાશે.

તમારું વાહન 15 વર્ષથી વધારે જુનુ છે તો પ્રદૂષણ, રસ્તાની યોગ્યતા, પર્યાવરણ માટે જોખમ જેવા પરિમાણો પર ફિટનેસ માટે વાહનનું પરીક્ષણ કરવામાં આવશે. બ્રેક ટેસ્ટ, એન્જિન અને અન્ય પાર્ટસની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર કામગીરી ઓટોમેટેડ સેન્ટરમાં થશે.

જો તમને સવાલ થાય કે મારી પાસે જે વાહન છે તે ફિટનેસ સર્ટિફિકેટમાં પાસ નથી થતું તો મારે શું કરવું પડે?  તો એનો જવાબ એ છે કે આવી સ્થિતિમાં રજિસ્ટ્રેશન રિન્યુઅલ નહીં થશે. તમે રસ્તા પર તમારું વાહન ન ચલાવી શકો. જો આવું વહન રસ્તા પર દોડાવશો તો પછી દંડની કાર્યવાહી થઇ શકે છે.

એક સવાલ એ પણ તમને થઇ શકે કે મારી પાસે જો કાયદેસર રજિસ્ટ્રેશન નથી તો શું થઇ શકે?  આવા સંજોગોમાં સ્ક્રેપિંગ સેન્ટર પર વાહનોનો રેકોર્ડ હશે. માલિકની ઓળખ અને વાહનનું વિવરણ સરખું મળશે તો તમારું વાહન સ્ક્રેપિંગ પ્રોસેસમાં જઇ શકે છે.

તમે વાહન સ્ક્રેપિંગ માટે લઇ જાવ ત્યારે આ દસ્તાવેજો તમારી સાથે હોવા જરૂરી છે. વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફેકિટ, વાહન માલિકની ભંગાર માટેની સમંતિનો પત્ર, પાન કાર્ડ, ક્રોસ્ડ બેંક ચેક, એડ્રેસ પ્રુફ, એડ્રેસ પ્રુફમાં લાઇટ બીલ, ગેસ બીલ, ટેલિફોન બીલ ચાલશે. ઉપરાંત ડિજિટલ ફોટો સાથે રાખવો પડશે. જો તમારું વાહન પૈતૃક હશે તો તમારે ઉત્તરાધિકારી તરીકેનું પ્રમાણપત્ર આપવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp