IITમા ભણતા અમદાવાદના દર્શન સોલંકીના પરિવારનો આરોપ, પુત્ર દલિત હતો એટલે......

PC: thelallantop.com

IIT- મુંબઇના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોતની પાછળ જાતિ ભેદભાવનો આરોપ જોર પકડી રહ્યો છે. મૃતક દર્શન સોલંકીના પરિવારે કહ્યું કે તેમનો પુત્ર દલિત હોવાને કારણે હેરાન કરવામાં આવતો હતો જે તેને આત્મહત્યા સુધી દોરી ગયો. 12 ફેબ્રુઆરીએ 18 વર્ષના દર્શન સોલંકીનું IIT- મુંબઇની હોસ્ટેલમાંથી પડી જવાને કારણે મોત થયું હતું. 3 મહિના પહેલાં જ દર્શને અહીં એડમિશન લીધું હતું. તે ગુજરાતના અમદાવાદનો રહેવાસી હતો.

પોલીસને કહેવા મુજબ દર્શન સોલંકી પાસેથી કે તેના રૂમમાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ આને આકસ્મિક મોતના એંગલથી જોઇ રહી હતી. પરંતુ વિદ્યાર્થી સાથે જાતિ ભેદભાવનો આરોપ લાગ્યા પછી હવે ‘સંસ્થાગત હત્યા’ તરીકે કહેવામાં આવે છે.

દર્શન સોલંકીના પરિવારનો આરોપ છે કે તેમના પુત્રએ આત્મહત્યા નથી કરી, બલ્કે એક સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે પોતાની સાથે થયેલા ભેદભાવ વિશે દર્શન કોલેજમાં ફરિયાદ પણ કરી હતી.

દર્શનની બહેન જ્હાનવીએ  ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે દર્શન અન્ય વિદ્યાર્થીઓથી પરેશાન હતો. શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું પરંતુ જેવી બાકીના વિદ્યાર્થીઓને ખપર પડી કે દર્શન દલિત સમાજમાંથી આવે છે એટલે તેનું ઉત્પીડન શરૂ થયું હતું. બહેન જ્હાનવીએ કહ્યું કે, દર્શન આત્મહત્યાનો વિચાર પણ કરે એવો નહોતો. તેણે અમદાવાદમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

દર્શનના પિતા રમેશ સોલંકીએ કહ્યું કે દર્શનના માથામાં એક ઇજા સિવાય બીજી કોઇ ઇજા થઇ નથી. દર્શન સાથે વાત કરનારો હું છેલ્લો વ્યકિત હતો અને તે એકદમ નોર્મલ હતો. દર્શને કહ્યું હતું કે હું ટુંક સમયમાં અમદાવાદ આવીશ. આ એક સુનિયોજીત હત્યા છે અને તેના પર ઢાકપિંછોડો કરવામાં આવી રહ્યો છે.

દર્શનની માતાએ કહ્યુ કે તે અમારો એકનો એક પુત્ર હતો. અમને નિષ્પક્ષ અને જ્લ્દી ન્યાય જોઇએ છે.જવાબદારો લોકોને સજા મળવી જોઇએ.

પરિવારે જણાવ્યું કે દર્શને એક વર્ષની તૈયારી બાદ B.Tech કોર્સમાં પ્રવેશ મેળવ્યો. તેમણે પુત્રને આશાસ્પદ વિદ્યાર્થી ગણાવ્યો હતો. તેને દસમા ધોરણમાં 83 ટકા માર્ક્સ મળ્યા હતા. પરિવારે એમ પણ કહ્યું કે દર્શન ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં, બલ્કે તે એવા લોકોને ઠપકો આપતો હતો જેઓ આત્મહત્યા કરવાનું વિચારતા હતા.પરિવારના સભ્યો કહે છે કે તે ખૂબ મહત્વાકાંક્ષી હતો અને ચાર જણના પરિવારની એકમાત્ર આશા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp