ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીઃ આ વિસ્તારોમાં રેડ એલર્ટ

PC: indianexpress.com

બિપરજોય વાવાઝોડા અને ચોમાસાની ધમાકેદાર શરૂઆત પછી રાજ્યમાં આવનારા 3થી 4 દિવસોમાં ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ માટે યેલ્લો એલર્ટ બહાર પાડ્યું છે. રાજ્યમાં 21 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ વરસાદ 25 જુલાઇ સુધી રહેશે.

બીજી બાજુ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે, સાઉથ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘ તાંડવ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની ચેતવણી આપી છે.

18 થી 21 સુધી એલર્ટ

અમદાવાદ સ્થિત હવામાન વિભાગે 17 જુલાઇના રોજ બહાર પાડેલ ચેતવણીમાં કહ્યું કે, ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થશે. હવામાન વિભાગે 18 જુલાઇના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. વિભાગે 19 અને 20 જુલાઇ માટે ઓરેંજ એલર્ટ આપતા ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માટે બહાર પાડેલી આગાહીમાં વિભાગે કહ્યું કે, 17 જુલાઈથી ફરી વરસાદ આવી શકે છે. 18 જુલાઈ માટે યેલ્લો એલર્ટ અને પછી 18, 19 માટે પણ યેલ્લો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સાથે જ રેડ એલર્ટ આપ્યું છે. 21 જુલાઇના રોજ વરસાદ ઓછો થશે પણ છતાં આ વિસ્તારને યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદનો આ ક્રમ 25 જુલાઈ સુધી રહેશે.

હવામાન વિભાગે અમદાવાદમાં પણ 17 જુલાઈથી 21 જુલાઈ સુધી ભારે હવાની સાથે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં ચોમાસાનો 50 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હજુ સુધી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ વડોદરાના વાઘોડિયામાં નોંધાયો છે. જ્યાં હજુ સુધી માત્ર 15 ટકા જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 116 તાલુકાઓમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે.

3 સિસ્ટમ સક્રિય

3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં આવનારા અમુક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીની ઉપર બનેલ ઓછું દબાણ વરસાદ લાવશે. તેની સાથે ગુજરાતના વાયુમંડળમાં વધુ બે સિસ્ટમ બની છે જે વરસાદનું કારણ બનશે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આવનારા 5 દિવસો સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે, જેમાં 2 દિવસ ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણના સિસ્ટમને લીધે 18 જુલાઈથી અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ પડવાને કારણે નાના ડેમો ભરાય ગયા છે, જ્યારે રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમનું વોટર લેવલ પણ ઉપર આવી ગયું છે. 16 જુલાઈ બપોરે 1 વાગ્યે સરદાર સરોવર ડેમનું જળ સ્તર 125.92 મીટર નોંધાયું હતું. ડેમનું મેક્સિમમ જળસ્તર 138.68 મીટર છે. ઓફિશિયલ આંકડા મુજબ સરદાર સરોવર ડેમમાં છેલ્લા 24 કલાકમાં ડેમમાં 35 સેમી જળસ્તર વધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp