ગુજરાતમાં શાળાઓની મનમાની, સ્કૂલે નક્કી કરેલું સ્વેટર જ પહેરવું પડે છે સરકાર...

PC: indiatodayne.in

ગુજરાતમાં શાળાઓની મનમાની અને સરકારના આદેશોને ઘોળીને પી જવાની આદત નવી નથી. રાજ્યના શાળાઓ સરકારના કોઇ પણ આદેશને ગણકારતી નથી. હવે એવી વાત સામે આવી છે કે જે જાણીને તમને થશે કે શાળાઓ કોઇને ગાંઠતી કેમ નથી?

વાત એમ છે કે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડી પડી રહી છે અને કેટલીક શાળાઓએ એવો આદેશ કર્યો છે કે બાળકોએ સ્કુલે આપેલા જ સ્વેટર પહેરીને શાળાએ આવવું પડશે. હવે સરકારે એવો આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળાએ જવાની છુટ આપી છે. પરંતુ નઘરોળ શાળા સંચાલકોએ સરકારના આદેશની ઐસી તૈસી કરી નાંખી છે અને પોતોની સ્કુલના સ્વેટર પહેરવા પર જ વાલીઓને મજબુર કર્યા છે.

આ વખતે શિયાળાની સિઝનમાં ઠંડીએ ગુજરાતને થથરાવી નાંખ્યું છે એવા સમયે ગુજરાત સરકારના પ્રવક્તાએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે શાળાના વિદ્યાર્થીઓ તેમની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને  શાળાએ જઇ શકે છે. પરંતુ કેટલીક સ્કુલોએ જાહેરાત કરી છે કે શાળા દ્રારા નક્કી કરાયેલું સ્વેટર જ પહેરવું પડશે. આ શાળાઓમાં ભાવનગર, સુરત, વડોદરાની શાળાઓએ વાલીઓને શાળાનું જ સ્વેટર પહેરવા હુકમ કર્યો છે. ભાવનગરની વિદ્યાધીશ હાઈસ્કૂલ, વડોદરાની નવરત્ન સ્કૂલ, સુરતની જ્ઞાન ભારતી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ગોધરાની સંત આર્નોલ્ડ સ્કૂલ,સુરતની ભૂલકા ભવન સ્કૂલ આ બધી શાળાઓએ વાલીઓને સ્કુલ દ્રારા નિયત કરવામાં આવેલી સ્વેટર પહેરવું પડે છે.

સરકારના આદેશ છતા બાળકો પોતાના ઘરનું સ્વેટર પહેરીને આવી શકતા નથી. કેટલીક શાળાઓ તો બ્લેઝર કે પાતળું સ્વેટર પહેરીને આવવા માટે કહી રહી છે. કેટલીક શાળાઓ તો એવી છે કે જો બાળક બીજું સ્વેટર પહેરીને આવ્યું તો મેઇન ગેટ પર જ એ સ્વેટર કઢાવી મુકે છે અને વિદ્યાર્થીઓએ ઠંડીમાં વગર સ્વેટરે બેસવું પડે છે. કેટલાંક વાલીઓએ તો સ્વેટરની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

નવાઇની વાત એ છે કે જે શાળાઓ સ્કુલનું જ સ્વેટર પહેરવાનો આગ્રહ રાખે છે એ જ શાળાના આચાર્ય કે શિક્ષકો પોતે સાલ ઓઢીને સ્કુલમાં આવે છે અને જો મીડિયાના પત્રકારો સવાલ પુછે તો મોં સંતાડી દે છે. કેટલાંક વાલીઓએ એવો પણ આરોપ મુક્યો છે કે અમે વિરોધ કરીએ તો શાળા સંચાલકો દાદાગીરી કરે છે.

રાજકોટની જસાણી શાળામાં રિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું. એ પછી શાળા સંચાલોકોની મનમાની સામે સવાલો ઉઠ્યા હતા. રિયાની માતાનો આરોપ હતો કે રિયાનું ઠંડીને કારણે લોહી થીજી થવાથી મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp