રાજ્યમાં આ વેરિયન્ટના કેસો વધી રહ્યા છે, 2 દિવસ મોકડ્રીલ થશેઃ સ્વાસ્થ્યમંત્રી

PC: livemint.com

કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, દેશમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યા 3000 કેસો આવતા હતા ત્યાં હવે રોજના 6000 કેસો આવવાના શરૂ થયા છે. ગુજરાતમાં 6 એપ્રિલે 327 નવા કેસો સામે આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ફરી એકવાર એક્ટિવ થઇ ગયું છે અને દેશમાં કોરોનાની તૈયારીની જાણકારી મેળવી રહ્યું છે.

ફરી જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં ટેસ્ટીંગ, મોનેટરીંગ, વેક્સીન, દવાઓના સ્ટોક જેવી અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. દરેક રાજ્યોની કેવી તૈયારી છે તે વિશે મનસુખ માંડવિયાએ જાણકારી મેળવી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં, XBB 1.6 વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. ગુજરાતાં અત્યારે કોરાનાના 2141 એક્ટિવ કેસો છે.

ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં આગામી 10 અને 11 એપ્રિલે કોરોના હોસ્પિટલોમાં બે દિવસની મોક ડ્રીલ રાખવામાં આવશે. ગુજરાતી બધી તૈયારી કરી દીધી છે. ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વધુ વેક્સીનની માંગ કરી છે.

ગુજરાતમાં હાલના કોરોના કેસોની વાત કરીએ તો 6 એપ્રિલ, ગુરુવારે 327 કેસો નવા આવ્યા હતા. તેમાં સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 95 કેસ, અમદાવાદ જિલ્લામાં 98, વડોદરા જિલ્લામાં 60, સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડ અને મોરબીમાં 12-12, મહેસાણામાં 24, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડમાં 12, મોરબીમાં 12, અમરેલી, ભરુચ, ભાવનગરમાં 4-4 કેસો નોંધાયા હતા.

IIT કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, આગામી મે મહિનામાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધશે અને રોજના 20,000 જેટલા કેસો આવી શકે છે. જો કે , તેમણે એક રાહત આપનારી વાત કરતા કહ્યું છે કે, આટલી માટો વસ્તી ધરાવતા દેશમાં આટલા કેસોથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે, લોકોએ માત્ર તેમની નેચરલ ઇમ્યુનિટી વધારવા પર ધ્યાન આપવું જોઇએ.તેમણે કહ્યું કે બ્રાઝીલ, દક્ષિણ કોરીયા, જાપાન અને ભારતના લોકોમાં કુદરતી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં અત્યારે કોરોનાના 28303 કેસો એક્ટિવ કેસો નોંધાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp