ગુજરાતમાં કોંગ્રેસે BJP સામે એવી માંગ મુકી છે કે સરકાર મુશ્કેલીમાં આવી શકે

કોંગ્રેસે ગુજરાત સરકાર પાસે એવી માંગ મુકી છે જેને કારણે સરકાર મુશ્કેલીમાં આવી શકે છે. લાંબા સમય પછી કોંગ્રેસ ફરી એકવાર અનામતનો રાગ આલાપ્યો છે.

કોંગ્રેસે મંગળવારે ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં પછાત વર્ગ (OBC) માટે 27 ટકા અનામતની માંગ કરી અને  ભાજપ સરકારને ન્યાયમૂર્તિ ઝાવેરી આયોગના રિપોર્ટને સાર્વજનિક કરવા કહ્યું હતું. વિપક્ષ પાર્ટી કોંગ્રેસે જાતિ-આધારિત વસ્તી ગણતરીની પણ જોરદાર વકાલત કરી હતી.

અન્યાય સામે OBC અનામતની અવાજને બુલંદ કરવા ગાંધીનગર ખાતે "સ્વાભિમાન ધરણા"નું કોંગ્રેસ દ્રારા સત્યાગ્રહ છાવણી મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવચા. જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા છે અને આ કાર્યક્રમમમાં  OBC માટે 27 ટકા અનામતની માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, ભાજપ સાથે જોડાયેલા OBC નેતાઓને પણ ધરણાં માટે આમંત્રણ આપવમાં આવ્યું હતું, પરંતુ ભાજપનો એક પણ ધારાસભ્ય આવ્યા નહોતા.ચાવડાઅ કટાક્ષમાં કહ્યુ કે, લાગે છે કે તેઓ ભાજપ હાઇકમાન્ડની સુચનાનું પાલન કરી રહ્યા છે.

ચાવડાએ કહ્યુ કે, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને OBC સમાજ પોતાના અધિકારો માટે એક મહાપંચાયતનું આયોજન કરશે અને સરકારની ભેદભાવ પૂર્ણ નીતિઓનો વિરોધ કરશે.ચાવડાએ કહ્યું કે  જે પછાત સમાજે ભાજપને વોટ આપ્યા છે, તેમના નેતાઓએ આગળ આવવું જોઇએ અને તેમનું સમર્થન કરવું જોઇએ.

અમિત ચાવડાએ સ્વાભિમાન ધરણાં કાર્યક્રમમાં સરકાર પાસે જાતિ આધારિત વસ્તી ગણકરી કરવા, ન્યાયમૂર્તિ ઝાવેરી આયોગનો રિપોર્ટ જાહેર કરવા અને તમામ સ્થાનિક સ્વ-શાસિત સંસ્થાઓમાં OBC સમાજ માટે 27 ટકા અનામતની માંગ કરી હતી.

 કોંગ્રેસ નેતાચાવડાએ રાજ્યના વાર્ષિક બજેટમાં OBC સમુદાય માટે 27 ટકા ફાળવણી અને સહકારી સંસ્થાઓમાં ST, SC,OBCઅને લઘુમતી સમુદાયો માટે અનામતના અમલીકરણની પણ માંગ કરી હતી.

ઝાવેરી આયોગનો રિપોર્ટ આ વર્ષે જ સરકારને સોંપવામાં આવ્યો હતો.કોંગ્રેસે આરોપ લગાવ્યો છ કે આ રિપોર્ટ જાહેર નહીં થવાને કારણે ગુજરાતમાં અનેક સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી રોકી દેવામાં આવી છે.

ભાજપ સરકારે ગયા જુલાઈમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ (નિવૃત્ત) કે.એસ. ઝાવેરી, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં OBC ક્વોટા નક્કી કરવા માટે જરૂરી કવાયત છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે ફટકો ખાનાર કોંગ્રેસ હવે રાજ્યમાં થોડી એક્ટિવ થઇ રહી હોય તેવું દેખાઇ રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.