આ જૂનાગઢ તમે પણ નહીં જોયું હોય, એટલો વરસાદ કે ભેંસ-ગાડી બધુ તણાયું, જુઓ 7 વીડિયો

PC: twitter.com

જૂનાગઢમાં માત્ર 2 કલાકમાં વરસાદે બધું રમણભ્રમણ કરી નાંખ્યું છે, મેઘતાંડવને કારણે લોકોની હાલત કફોડી થઇ ગઇ છે અને ઘણું બધું તણાઇ ગયું છે.

શનિવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદે એવો દેકારો મચાવ્યો છે કે જૂનાગઢ જળબંબાકાર બની ગયું છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં ચતો પાણી ઘુસી ગયા છે, પરંતુ  સાથે સાથે બાઇક, કાર, કેબિનો, રેકડીઓ, પશુઓ પણ તણાઇ ગયા છે. લોકોની હાલત એવી કફોડી બની છે કે ધાબા પર જઇને રહેવું પડે છે. તમે તસ્વીરો જોશો તો તમને જૂનાગઢની ભયાનકતાના ખ્યાલ આવશે.

આખો વિસ્તાર જાણે દરિયો બના ગયો હોય તેવુ લાગી રહ્યું છે. લોકો બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે હે, મેઘરાજા, પ્લીઝ હવે ખમૈયા કરો.

શનિવારે વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાના વિસ્તારોને ધમરોળી નાંખ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને તેમાં નવસારીની હાલત વધારે ગંભીર જોવા મળી રહી છે. ધસમસતા પાણીઓ લોકોના ઘરોમાં ઘુસી રહ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. મેઘરાજાના રોદ્ર રૂપથી જૂનાગઢના લોકો ભયભીત થઇ ગયા છે. આખું જૂનાગઢ જાણે દરિયામાં ફેરવાઇ ગયું છે.

ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડવાને કારણે કાળવા નદી બે કાંઠી વહી રહી છે. ભવનાથ કાળવા ચોક અને મોતી બાગ વિસ્તારાં કફોડી હાલત થઇ ગઇ છે. કાર, બાઇક, કેબિન, રેકડી જેવી અનેક વસ્તુઓ ધસમસતા પાણીમાં રમકડાંની જેમ તણાઇને જઇ રહી છે. લોકો પાસે લાચારીથી જોઇ રહેલા સિવાય બીજો કોઇ છુટકો નથી. કેટલાંક વિસ્તારોની હાલત તો એટલી ખરાબ છે કે લોકોએ પોતાના ધાબે ચઢી જવું પડ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ જૂનાગઢમાં છેલ્લાં 4 કલાકથી મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને કારણે પર્વતનું પાણી શહેરમાં ઘુસી ગયું છે.જૂનાગઢમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કુદરતના મેઘતાંડવ સામે પ્રજા લાચાર થઇ ગઇ છે.

જૂનાગઢના લોકો કહી રહ્યા છે કે, આવા હાલ અમે ક્યારેય જોયા નથી, આવા ભયાનક દ્રશ્યો અમારી જિંદગીમાં પહેલીવાર જોયા છે. લોકો કહી રહ્યા છે કે, હે , મેઘરાજા, મહેરબાની કરીને હવે ખમૈયા કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp