- Kutchh
- રાજકોટમાં ST બસે ચાર વાહનોને અડફેટે લીધા, 2 લોકો ઈજાગ્રસ્ત, ડ્રાઈવરની અટકાયત
રાજકોટમાં ST બસે ચાર વાહનોને અડફેટે લીધા, 2 લોકો ઈજાગ્રસ્ત, ડ્રાઈવરની અટકાયત
રાજકોટમાં STના અક્સ્માતની ઘટના સામે આવી છે. ST બસની બ્રેક ફેઈલ થતા બસે ચાર વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોને ટોળા રસ્તા પર એકઠા થયા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી તેની અટકાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સદનશીબે બસ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની થવા પામી નથી.

રિપોટ અનુસાર રાજકોટમાં આવેલી ભૂતખાના ચોકડી પર રસ્તા પર જતી ST બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ ઘટનામાં બસે 1 કાર, 1 રીક્ષા અને બે એકટીવાને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જાયો તે સમયે બસની સ્પીડ વધારે ન હોવાના કારણે ઘટનામાં મોટી જાનહાની થવા પામી નથી. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દૃશ્યો સર્જાયા હતા. લોકોએ તત્કાલીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બસ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને ઈજા થવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર આવી પ્રાથમિક તપાસ કરીને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને STના ડ્રાઈવરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે ST બસે અકસ્માત સર્જ્યો છે તે ધોરાજી-જામકંડોરણા-રાજકોટ રૂટની બસ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ST બસોનો અકસ્માત થયો હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે અને કેટલીક ST બસોનું આયુષ્ય પૂર્ણ થયું હોવા છતાં પણ બસો રસ્તા પર દોડી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
તો બીજી તરફ મોરબી-રાજકોટ હાઈ-વે પર આવેલા છતરગામાં નજીકથી વહેલી સવારે બાઈક પર રાજકોટથી મોરબી તરફ બે લોકની બાઈક આગળ જતા ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

