રાજકોટમાં સિટી બસચાલકે મહિલાને અડફેટે લીધી,ગુસ્સે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી

PC: news18.com

ગુજરાતના રાજકોટમા સ્કુટી પર જઇ રહેલી એક મહિલાને સિટી બસે અડફેટે લેતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ગુસ્સામાં આવીને ટોળાએ બસમાં ભારે તોડફોડ કરી નાંખી હતી. બસના આગળના કાચના ભૂક્કા બોલીવી દીધા હતા અને બારીઓના કાચ પણ તોડી નાંખ્યા હતા. ઉશ્કેરાયેલા લોકો બસ ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સદનસીબી સ્કુટી પર જઇ રહેલી મહિલાનો જીવ બચી ગયો છે અને કોઇ મોટી ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી.

રાજકોટના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે સિટી બસનો ડ્રાઇવર પુરપાટ ઝડપે બસ હંકારી રહ્યો હતો. આવા બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે નિદોર્ષ લોકો મોતને ભેટતા હોય છે એટલે આવા ચાલકો સામે કાર્યવાહી થવી જોઇએ એવી લોકોએ માંગ કરી હતી.

ગુજરાતમાં સિટી બસ કે બીઆરટીસ બસના અકસ્માત ગંભીર રીતે વધી રહ્યા છે. માત્ર રાજકોટ નહી, પરંતુ સુરતમાંથી પણ અનેક વખત એવા સમાચાર સામે આવે છે કે બસની અડફેટે જીવ ગુમાવ્યો. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બસ ચાલકો બેફામ રીતે બસને હંકારે છે.

હજુ થોડા દિવસ પહેલાં જ વાત છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને સુરત મહાનગર પાલિકાના એક ડંપરે અડફટે લીધી હતી. વિદ્યાર્થીનીનું નામ ક્રિષ્ણા બટાકાવાળા હતું. ડંપરની અડફટે આવેલી વિદ્યાર્થીની ક્રિષ્ણાને ગંભીર ઇજા થઇ હતી અને તેણીએ ચીસાચીસ કરી મુકતા લોકોના ટોળા ભેગા થઇ ગયા અને ડંપરનો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પારલે પોઇન્ટ વિસ્તારમાં સ્કુટી પર જઇ રહેલી માતા- દીકરીને સિટી બસે અડફેટી લીધા હતા, જેમાં માતાનું મોત થયું હતું. તો સુરતના ચોકબજારમાં પગપાળા જઇ રહેલા જૈન સાધ્વીને પણ સિટી બસે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગયા મહિને પણ સુરતમાં જ રિંગરોડ પર એક યુવકને સિટી બસે અડફેટે લેતા તેનું મોત થયું હતું.

સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ કારણકે સિટી બસના અકસ્માતના કિસ્સાઓ ખાસ્સા વધી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં ભારે ટ્રાફીકને કારણે રસ્તા સાંકડા હોવા છતા બસ ચાલકો સ્પીડમાં બસ ચલાવે છે.

બીઆરટીએસ બસના અકસ્માતના પણ કેસો વધી રહ્યા છે. એમાં પણ લોકો બીઆરટીએસમાં ઘૂસી જાય છે તે બંધ કરાવવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp