
ગુજરાતમાં આયોજિત એક પરીક્ષાનું પ્રશ્ન પત્ર ગુજરાત સરકારની ફજેતીનું કારણ બની ગયું છે. પ્રશ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની રમત સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ક્રિકેટનો વિકલ્પ જ ન દેખાયો. સોશિયલ મીડિયા પર આ પ્રશ્ન પત્ર હવે વાયરલ થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના અધ્યક્ષ હિતેન્દ્ર પિથડિયાએ સોશિયલ મીડિયા પર પ્રશ્ન પત્ર શેર કર્યું છે, જેમાં ગુજરાતીમાં સચિન તેંદુલકર સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતાએ પ્રશ્ન પત્રને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે ગુજરાતના શિક્ષણ મોડલને હવે આખા દેશમાં લાગૂ કરાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ પ્રશ્ન પત્ર ત્રીજા ધોરણનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પર્યાવરણ વિષયની આ પરીક્ષામાં પૂછવામાં આવ્યો કે, સચિન તેંદુલકર કઈ રમતનો ખેલાડી છે? પરીક્ષાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં હોકી, કબડ્ડી, ફૂટબોલ અને ચેસના વિકલ્પ આપ્યા છે.
गुजरात में कक्षा 3 के पर्यावरण विषय की परीक्षा में सवाल पूछा गया..
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) April 6, 2023
सचिन तेंदुलकर किस खेल के खिलाड़ी हैं?
विकल्प:
हॉकी
कबड्डी
फुटबॉल
चेस
गुजरात के शिक्षा मॉडल को अब देश में लागू करवाया जा रहा है। pic.twitter.com/wwQYeJ7dTa
આ ટ્વીટ પર યુઝર્સ પોત પોતાના વિચારો રાખી રહ્યા છે. રવિ સાવંત નામના યુઝરે લખ્યું કે, આ કયો પર્યાવરણનો વિષય છે? પ્રતાપ સોલંકી નામના યુઝરે લખ્યું કે, હવે સવાલ એ પણ છે કે આજે પેપત્ર તો પર્યાવરણનું હતું, તો તેમાં આ રમતનો સવાલ ક્યાંથી આવી ગયો? અભણ લોકો સત્તામાં બેઠા છે તો એ તો થશે જ. જુનૈદ આલમ નામના યુઝરે લખ્યું કે, કોઈ કઈ નહીં બોલે, અભણ લોકો સત્તામાં બેઠા છે તો એ તો થશે જ. Zee 24 કલાક દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પર કમેન્ટ કરતા મકવાણા નામના યુઝરે લખ્યુ કે, આવા લોકોને ઘરે ભેગા કરો.
બોર્ડની પરીક્ષા બાદ હવે ત્રીજા ધોરણના પેપરમાં શિક્ષણ વિભાગે કપાવ્યું સરકારનું નાક, આબરૂ ખરડાઈ! #Gujarat #Kutch #education #sachintendulkar #player #sport #Gujaratinews https://t.co/uz3dXUumqY pic.twitter.com/4U0zKP0I2Q
— Zee 24 Kalak (@Zee24Kalak) April 6, 2023
મધુભાઇ નામના યુઝરે લખ્યું કે, નાક, કાન કે શરમ જેવું છે સરકારને, બધા ડાંડ ભેગા થયા હોય એમ લાગે છે. એક યુઝરે લખ્યું કે, પેપર ફોડી નોકરીએ લાગે પછી આવું જ થાય ને. બીજા એક યુઝરે લખ્યું કે, તેના ઉપરથી એક વાત સાબિત થાય કે પેપરની કોપી તપાસ કરવામાં આવતી નથી. બસ, ફોડવાવાળા જ બેઠા છે ત્યાં. જેમના મનમાં કેવી રીતે ખબર ના પડે તેમ ફોડવું તેજ વિચાર ચાલ્યા કરતું હશે. તમામને અમીર બની જવું છે મહેનત વગર.
સચિન તેંદુલકર ભારતના સૌથી મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેમણે પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંઆ 200 ટેસ્ટ, 463 અને 1 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ક્રમશઃ 15,921, 21,367 અને 10 રન સામેલ છે. તેમના નામે કુલ 100 ઇન્ટરનેશનલ સદી છે. જેમાં ટેસ્ટમાં 51 અને વન-ડે ઇન્ટરનેશનલમાં 49 સદી સામેલ છે. તો તેમના નામે ટેસ્ટમાં 46 જ્યારે વન-ડેમાં 154 વિકેટ પણ નોંધાયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp