છેલ્લા 8 વર્ષમાં ગુજરાતના 22300 લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધા

ભારત છોડીને વિદેશ જવાની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે, રાજ્યકક્ષાના મંત્રીએ રાજ્યસભામાં છેલ્લાં 8 વર્ષના ભારતના લોકોએ છોડેલી નાગરિકતાના આંકડા આપ્યા છે.

કેન્દ્રના વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને ગુરુવારે એક પ્રશ્નના જવાબમાં છેલ્લાં 8 વર્ષમાં કેટલાં ભારતીય લોકો તેમના પાસપોર્ટ સરેન્ડર કરી દીધા છે તેના આંકડા રજૂ કર્યા હતા. તેમણે વર્ષ 2014થી 2022 સુધીના આંકડા રાજ્યસભામાં રજૂ કર્યા હતા. મંત્રી મુરલીધરને કહ્યું કે છેલ્લાં 8 વર્ષમાં ગુજરાતના 22300 લોકો પાસપોર્ટ સરેન્ડર કરીને વિદેશમાં જવાનું પસંદ કર્યું . ભારતીય લોકો તેમના પાસપોર્ટ સરેન્ડર કરીને અમેરિકા, કેનેડા, યુ.કે. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશામાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

રાજ્યકક્ષાના મંત્રી વી. મુરલીધરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2014થી વર્ષ 2022 સુધીમાં કુલ 2,46,580 ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કરીને વિદેશ ગયા છે. મતલબ કે દર વર્ષે 30,000 લોકો તેમના પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય લોકો પાસપોર્ટ સરેન્ડર કરીને મોટાભાગના લોકો અમેરિકા, યુ કે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના નાગરિક બનવાનું પસંદ કર્યું છે.

મંત્રીએ આગળ કહ્યું કે, 8 વર્ષમાં કુલ 2,46,850 લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા તેમાં સૌથી વધારે દિલ્હીના છે. દિલ્હીમાં 60414 લોકોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.એ પછી પંજાબમાં 28117, ગુજરાતમાં 22300, ગોવામાં 18610, કેરળ 16247 અને કર્ણાટકના 10000થી વધારે લોકોએ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશ ગયા છે. આ બધા લોકોએ 35 દેશોનું નાગરિકત્વ સ્વીકાર્યું છે.

રાજ્યસભામાં એ આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા કે ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને લોકો કયા કયા દેશમાં જઇને વસવાટ કરી રહ્યા છે. તેમાં લોકોની સૌથી વધારે પસંદ અમેરિકા હોવાનું જાણવા મળ્યું છે અને બીજા નંબરે કેનેડા આવે છે.

છેલ્લાં 8 વર્ષમાં ભારતથી કુલ 13044 લોકોએ અમેરિક ગયા છે, જ્યારે કેનેડા 7472 લોકો ગયા છે. ઓસ્ટ્રેલિયામાં 1686 લોકો ત્યાંના નાગરિક બન્યા છે. યુરોપના અન્ય દેશોના નાગરિકો બનતા ભારતીયોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, આર્યલેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્પેન અને સ્વીડનનો સમાવેશ થાય છે.2011થી 2022 વચ્‍ચે કુલ 16.60 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વનો ત્‍યાગ કર્યો છે.

જો કે બીજી તરફ અમેરિકામાં રહેતા ભારતીયો તેમના ત્યાંના પાસપોર્ટ સરેન્ડર કર્યાના પણ આંકડા છે. અમેરિકાં 8048 અને કેનેડામાં 6507 લોકોએ ત્યાં પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.