ગુજરાત: પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં નોટોનો વરસાદ, વિણવા માટે હોડ મચી, વીડિયો

PC: aajtak.in

ગુજરાતના એક ગામમાં લગ્નમાં એટલા બધા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો કે જેને મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી અને તેમાં પૈસા ઝુટવવામાં મારામરીની ઘટના પણ બની ગઇ. આ લગ્ન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 10, 100 અને 500 રૂપિયાની ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. આ વીડિયો ભારે ચર્ચામાં છે.

ગુજરાતમાં એક પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં નોટોનો એટલો મોટો વરસાદ કરવામાં આવ્યો કે એને વિણવા માટે જાણે હોડ લાગી હતી અને એટલી બધી ભીડ એકઠી થઇ કે એકબીજા સાથે મારામારી પણ થઇ ગઇ. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને જોઇને તમારી આંખ પણ પહોળી થઇ જશે. લાખો રૂપિયાની નોટો હવામાં ઉડાવવામાં આવી રહી છે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં લાખો રૂપિયા હવામાં ઉડાવવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મકાનની ટેરેસ પર ઉભેલા લોકો ઉપરથી નોટો હવામાં ઉછાળી રહ્યા છે અને આ નોટોને લૂંટવા માટે લોકોની ભારે ભીડ જમા થયેલી જોવા મળે છે.

આ વીડિયો મહેસાણા જિલ્લાના અગોલ ગામનો છે. અહીંના પૂર્વ સરપંચ કરીમભાઇ દાદુભાઇ જાદવના ભાઇ રસૂલભાઇના પુત્રના લગ્ન હતા. આ લગ્નની ખુશીમાં પરિવારના લોકોએ પોતાની ટેરેસ પરથી રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. વીડિયોના બેકગ્રાઇન્ડમાં જોધા અકબર ફિલ્મનું અજોમો શહેનશાહ ગીત વાગી રહ્યું છે.

અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમ યાદવના ભત્રીજા રઝાકના લગ્ન કરીમ યાદવે ધૂમધામથી કર્યા હતા.લગ્નના બીજા દિવસે ગામમાં એક સરઘસ કાઢવામાં આવ્યું, તે દરમિયાન નોટોનો વરસાદ થયો. ગામમાં સાંજે જ્યારે સરઘસ નિકળ્યું ત્યારે કરીમભાઇ અને તેમના પરિવારજનોએ મકાનની ટેરેસ પરથી રૂપિયા ઉછાળ્યા હતા. 10 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. નોટોને ઉડતી જોઇને લોકોની રૂપિયા મેળવી લેવા માટે જાણે હોડ લાગી હતી. કેટલાંક લોકો સાથે  મારામારીની ઘટના પણ બની હતી. જાણવા મળેલી માહિતી મુજબ પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્ન 16 ફેબ્રુઆરીએ થયા હતા.

છેલ્લાં કેટલાંક વર્ષોથી લગ્નની તરાહમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. દુલ્હનની એન્ટ્રીથી માંડીને, ડેકોરેશન કે અનેક નવી નવી બાબતો જોવા મળે છે. હવે લગ્નમાં રૂપિયા ઉડાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp