નેવીએ ગુજરાત આવતું 12000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, ચોખાની ગુણમાં હતું ડ્રગ્સ

PC: twitter.com

ભારતીય નૌકાદળના ઈન્ટેલિજન્સ યુનિટ (નેવલ ઈન્ટેલિજન્સ) અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડ્યો છે. નેવી અને NCBએ અરબી સમુદ્રમાં 2600 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર આ ડ્રગ્સની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી ડ્રગ્સ ઈરાનથી આવી રહી હતી. આ ડ્રગ્સ ગુજરાતમાં બંદરે પહોંચે તે પહેલા જ જપ્ત કરવામાં આવ્યું હતું. 2600KG ડ્રગ્સ સાથે પકડાયેલા માફિયાને કોચી બંદર પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં NCB અને નેવી આ કેસમાં વધુ તપાસ શરૂ કરશે. હવે આ સમગ્ર ડ્રગ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. 

ભારતીય નૌકાદળના નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને એક ઇનપુટ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક ડ્રગ માફિયાઓ અરબી સમુદ્ર મારફતે ભારતના કોઈપણ દરિયા કિનારે ડ્રગ્સ પહોંચાડવા માંગે છે. આ ઇનપુટના આધારે, નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતના ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું. 

નૌકાદળના જહાજ (INS TEG F-45)એ અરબી સમુદ્ર વિસ્તારમાં આ ડ્રગનું કન્સાઈનમેન્ટ પકડ્યું છે. અધિકારીઓએ ડ્રગ્સ માફિયાની પણ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, INS TEG સુદાનમાં ભારતીયોને બચાવવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. દરમિયાન, સુદાનમાંથી તમામ ભારતીયોને બચાવીને સુરક્ષિત સ્થાન પર છોડ્યા બાદ, INS TEGએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

આ પહેલા પણ ફેબ્રુઆરી 2022માં ભારતીય નૌકાદળના નેવલ ઈન્ટેલિજન્સ યુનિટે 2000 કરોડના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. ગુજરાતની આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાંથી અનેક વખત કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે, પરંતુ આ વખતે દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવતા ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ છે. 

ગુજરાત ATSને થોડા દિવસો પહેલા ગુપ્ત માહિતી મળી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે, એક અજાણ્યું પાર્સલ આવ્યું હોવાનું કહેવાય છે. તે પાર્સલ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટના પડધરી પાસેના સ્થળે રાખવામાં આવ્યું હતું. જોકે તેની ડિલિવરી માટે કોઈ આવ્યું ન હતું. પોલીસે આ જગ્યા પર નજર રાખવાનું શરૂ કર્યું. 

દરમિયાન અચાનક એક નાઈજીરિયન વ્યક્તિ પાર્સલની ડિલિવરી લેવા ત્યાં પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે જ્યારે પાર્સલ ખોલતાં તેમાંથી 31 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 217 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

SP ATS અમદાવાદ સુનીલ જોષીએ જણાવ્યું કે, હાલ પોલીસને માહિતી મળી છે કે આ પાર્સલ પાકિસ્તાનથી ભારતીય જળસીમા મારફતે ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. અહીંથી દિલ્હી જવાનું હતું. હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

મુંબઈના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)ના આઝાદ મેદાન યુનિટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાંથી ડ્રગ્સ વેચવા આવેલા એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ 23 વર્ષના આરોપી પાસેથી 330 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 68 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp