
શુક્રવારે મોડી રાત્રે આખા ગુજરાતની જેલોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહ વિભાગ દ્વારા આખા રાજ્યની જેલોમાં છાપેમારીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મીટિંગ ચાલી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ, રાજ્યની તમામ જેલોમાં ઓપરેશન ચાલાવવામાં આવ્યુ હતુ. તો ગૃહ રાજ્યમંત્રી ત્રિનેત્ર પ્રોજેક્ટથી તમામ જેલોની કાર્યવાહી પર નજર રાખી હતા.
શુક્રવારે આખા રાજ્યની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહમદ હાઈ સિક્યોરિટી ઝોનમાં હતો, છતા ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિની હત્યા કરાવી. તેણે વોટ્સએપ કોલથી વાત કરી હત્યા કરાયાના IB ઈનપૂટ મળ્યા બાદ આ આખી કાર્યવાહી કરવામા આવી હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતો.
Gujarat | Inspection carried out by State Police in all the jails
— ANI (@ANI) March 24, 2023
Visuals from Surat pic.twitter.com/boCHzzCenC
બધી જેલ તેમજ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ 1700 પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે આજે સવાર સુધી ચાલ્યું. જેલમાં સર્ચ ઓપરેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી શરૂ થયું હતું. ગૃહ રાજ્યમંત્રી સાથે DGP વિકાસ સહાય, જેલ વિભાગના ચીફ, કે.એલ.એન. રાવ અને IB ચીફ અનુપમસિંહ ગેહલોત સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા.
Gandhinagar, Gujarat | 1700 Police personnel carrying out raids in 17 jails. The reasons behind raids are to see if any kind of illegal activities are taking place inside the jail& to check whether prisoners are getting all the facilities they’re entitled to as per the law. Raids… pic.twitter.com/1TLL2zKqmV
— ANI (@ANI) March 24, 2023
રાજ્યની જેલમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતા તપાસ ચાલી રહી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ SOG સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જેલોમાં તપાસના આદેશને લઇને સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના આંતકવાદીઓ, હત્યા લૂંટ, ખંડણી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ખૂંખાર ગુનેગારો હાલમાં બંધ છે.
સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં પણ પોલીસનો કાફલો ઉતર્યો હતો. ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાજપોર જેલમાંથી ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે, ત્યારે હાલ લાજપોર જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ PCB, SOG, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા લાજપોર જેલ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચેકિંગમાં જોડાયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે સ્થાનિક પોલીસ ચેકિંગમાં જોડાઇ છે.
SP, DCP અને JCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ચેકિંગમાં સુપરવિઝનમાં હાજર છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કુલ 1800 જેટલા કેદી સજા કાપી રહ્યા છે. જેમાં 80 જેટલી મહિલા કેદીનો સમાવેશ થાય છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં 100 જેટલો પોલીસ સ્ટાફ હાજર છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે. મહિલા પોલીસ સ્ટાફ પણ જેલમાં પહોંચી ગયો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કુલ 1,675 કેદી છે, જેમાં 85 મહિલા કેદી છે. 997 પાકા કામના કેદી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા સહિત DySP તેમજ પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો શુક્રવારે રોજ રાત્રીના 9:15 વાગ્યાની આસપાસ જિલ્લા જેલ પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી સાથે જેલની અંદર પહોંચ્યા હતા. બીજી તરફ રાત્રીના સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમ પ્રેમસુખ ડેલું સહિત DySP, LCB, SOG અને સિટી A ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશનનો પોલીસ કાફલા સાથે જેલની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રીના સમયે જેલની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે.
ANIના રિપોર્ટ મુજબ, જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ભવનમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દરોડા શનિવાર (25 માર્ચ) સવાર સુધી ચાલુ રહ્યો હતો. ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, માહિતી મળી છે કે ક્યાંકથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમે તેનું લાઈવ પ્રસારણ કરીશું. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ જોઇ શકાતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp