અમદાવાદઃIPS અમિત વસાવાનો સિંઘમ અવતાર, આ કારણે 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

PC: twitter.com

ગુજરાત કેડરના 2016 બેચના IPS અધિકારી અમિત વસાવા (જિલ્લા SP અમિત વસાવા)નો સિંઘમ અવતાર સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય પોલીસ અધિક્ષકની જવાબદારી સંભાળી રહેલા અમિત વસાવાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. યુવા IPS ઓફિસર અમિત વસાવાએ છેલ્લા એક વર્ષથી બરાબર ફરજ ન બજાવતા પોલીસકર્મીઓ પર કડક હાથે  કાર્યવાહી કરી છે અને આવા કાર્યમાં તેમને મદદ કરનાર PI (પોલીસ ઈન્સ્પેક્ટર) સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. વસાવાએ 2 PIને પણ સસ્પેન્ડ કરી દીધા છે.

આ તમામ પોલીસકર્મીઓ માત્ર કાગળ પર જ પોતાની ફરજ બજાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે મહિનામાં એકાદ વાર આવતા અને તેની હાજરી સહી કરતા હતાં. વસાવાએ 12 પેપર પોલીસ સહિત કુલ 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અમિત વસાવાની કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.

IPS અધિકારી અમિત વસાવાએ તેમના દળને સુવ્યવસ્થિત કરવા અને ગેરરીતિ કરનારા અધિકારીઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ કડક પગલાં લીધા છે. તાજેતરમાં જ નિમણુંક કરાયેલા અધિકારી (અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષક)એ 12 પોલીસ કર્મચારીઓને (અમદાવાદ) ગેરહાજર રહેવા અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. જો કે, તમામ અધિકારીઓ રાબેતા મુજબ પગાર અને ભથ્થા લઇ રહ્યા હતા.

SPની તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ પોલીસકર્મીઓ છેલ્લા એક વર્ષથી હાજર ન હતા. આ પોલીસકર્મીઓ હાજરી પત્રકમાં ખોટી રીતે હાજરી દર્શાવીને પગાર લેતા હતા. જેમાં PI સાથે સેટિંગનો મામલો પણ સામે આવ્યો છે. જ્યારે SP અમિત વસાવાને જિલ્લામાં ચાલી રહેલા આ ગરબડની જાણ થઈ ત્યારે તેમણે એક જ ઝાટકે તમામને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલાના ખુલાસા બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ નવી વાત નથી. પોલીસકર્મીઓની રજાના કડક નિયમોને કારણે ઘણા લોકો ખુલાસો કર્યા વિના ફરજ પરથી ગેરહાજર રહે છે. હાલમાં અમિત વસાવાની કાર્યવાહીથી વિભાગમાં સનસનાટી મચી ગઈ છે.

સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચાર્જ સંભાળ્યા બાદ કડક પોલીસ અધિકારીએ હાજરી રજીસ્ટર મંગાવ્યું છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, 'તેમણે ફાઇલોની વિગતવાર તપાસ કરી અને ગેરહાજર અધિકારીઓ માટે પ્રોક્સી પર સહી કરનારાઓને પણ બોલાવ્યા. કુલ મળીને, 12 પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ જુનિયર અધિકારીઓને તેમની ગેરહાજરી છુપાવવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.' આંતરિક સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 'કેટલાક પોલીસ કર્મીઓ એક વર્ષથી અમદાવાદમાં પણ ન હતા. તેઓ તેમના સંબંધિત વતન જૂનાગઢ, ખેડા અને બનાસકાંઠાના સ્થળોએ રહેતા હતા.'

ગુજરાતના વડોદરાના રહેવાસી અમિત વસાવાએ કોમ્પ્યુટરમાં BEનો અભ્યાસ કર્યા બાદ માર્કેટિંગમાં MBA કર્યું છે. 13 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા અમિત 2016 બેચના IPS છે. તેમણે અમદાવાદ શહેરના DCP સાયબર ક્રાઈમની જવાબદારી પણ સંભાળી છે. અમિત વસાવાની ગણતરી આશાસ્પદ યુવા IPS અધિકારીઓમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp