મરઘા પક્ષી છે કે પ્રાણી? ગુજરાતમાં નવી ચર્ચા વચ્ચે ચિકન શોપ બંધ!

PC: trendynewsnetwork.com

પહેલા શું આવ્યું મરઘી કે ઈંડુ? આ સવાલ ઘણા સમયથી મિસ્ટ્રીની જેમ ચાલતો આવી રહ્યો છે. પરંતુ, નવી પહેલી એ છે કે, શું મરઘી એક પ્રાણી છે? આ સવાલને લઇને ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં એક જનહિત અરજી પર સુનાવણી થઈ. અરજીમાં કતલખાનાઓને બદલે ચિકનની દુકાનો પર પોલ્ટ્રી ફાર્મમાં મરઘા-મરઘીઓને મારવા પર આપત્તિ વ્યક્ત કરી છે. હવે પોલ્ટ્રી વ્યવસાયી અને ચિકન શોપના માલિક આશા વ્યક્ત કરી રહ્યા છે કે, હાઈકોર્ટ તેમની અરજીઓ પર સુનાવણી કરશે અને ટૂંક સમયમાં જ તેમને પોતાની દુકાનો ફરીથી ખોલવાની પરવાનગી આપશે.

ગુજરાત હાઈકોર્ટે એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘની અરજીઓ પર સુનાવણી કરતા થોડાં દિવસ અગાઉ દુકાનોમાં મરઘાઓને કાપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે. હાઈકોર્ટના નિર્ણય બાદ ગુજરાતના મોટા શહેરોમાં નગર નિગમની કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં મીટ શૉપ બંધ કરાવી દીધી હતી. સૌથી વધુ દુકાનો સુરત મહાનગર પાલિકા ક્ષેત્રમાં બંધ કરાવવામાં આવી હતી.

કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હવે પોલ્ટ્રી ટ્રેંડર્સ એન્ડ ચિકન શૉપ ઓનર્સે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પહેલી સુનાવણી દરમિયાન સવાલ ઉઠ્યો કે, મરઘા પક્ષી છે કે પછી પ્રાણી. ત્યારબાદ એક નવી ચર્ચા શરૂ થઈ. અરજીકર્તાઓની માંગ છે કે, પોલ્ટ્રી બર્ડ્સને કતલખાનાઓમાં કાપવા જોઈએ જ્યારે પોલ્ટ્રી ટ્રેંડર્સ એન્ડ ચિકન શૉપ ઓનર્સની દલીલ છે કે, સ્લટર હાઉસ પ્રાણીઓને કાપવા માટે છે. એવામાં પોલ્ટ્રી બર્ડ્સને તેના દાયરામાં લાવવા જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન પોલ્ટ્રી ટ્રેંડર્સ એન્ડ ચિકન શૉપ ઓનર્સ ચિંતિત રહ્યા. તેમનું કહેવુ છે કે, કોર્ટના નિર્ણયથી તેમની આજીવિકા પ્રભાવિત થઈ રહી છે.

પોલ્ટ્રી ટ્રેંડર્સ એન્ડ ચિકન શૉપ ઓનર્સે પોલ્ટ્રી બર્ડ્સનું કટિંગ સ્લટર હાઉસમાં કરવાની દલીલને અવ્યવહારિક ગણાવતા દુકાનો ખોલવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, સ્લટર હાઉસ નિયમો અનુસાર સંચાલિત થાય. હવે રસપ્રદ વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટ આવનારા દિવસોમાં શું નિર્ણય આપે છે. તેના પર મીટ શોપ માલિકોની આશાઓ ટકી છે. જો તેમને મીટ શૉપ પર મરઘાને કાપવાની પરવાનગી ના મળે તો તેમણે પછી સ્લટર હાઉસ તરફ જ વળવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp