વાપીની શાહપેપર મિલમાં આઇટીના દરોડા, 350 કરોડની ટેક્સચોરીનો મામલો

PC: divyabhaskar.co.in

આવકવેરા વિભાગે મંગળવારે 350 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના કેસમાં ગુજરાતની એક પેપર મીલ પર મોટા પાયે દરોડા પાડ્યા છે. ગુજરાત- મુંબઇ સહિત 18 સ્થળોએ આવકવેરા અધિકારીઓની ટી ત્રાટકી છે. આવકવેરા વિભાગની મોટા એક્શનને કારણે ગુજરાતમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 5 દિવસ પહેલાં આવકવેરા અધિકારી ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે મંગળવારે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે રૂ. 350 કરોડની ટેક્સી ચોરીના આરોપમાં શાહ પેપર મિલના 18 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે 2.25 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગે મંગળવારે વાપી ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપર મિલના યુનિટ સહિત મુંબઈની ઓફિસ અને સંચાલકોના રહેઠાણ સહિત કુલ 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની પર આ કંપનીએ 350 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમને 2 કરોડ રૂપિયા રોકડા અને 2 કરોડ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે. કંપની પર છેલ્લા 6-7 વર્ષમાં નકલી ખોટ દર્શાવવાનો અને ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.

આવકવેરા વિભાગે કહ્યું છે કે રોકડ, ઝવેરાત ઉપરાંત કેટલાંક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે જેની ચકાસણી થયા પછી બેનામી આવકનો સાચો આંકડા બહાર આવશે. અગાઉ પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. હકીકતમાં, નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ વાપીના ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપરમિલમાં કેટલાક બેનામી વ્યવહારો થયાની શંકાના આધારે સુરત કમિશનરેટના નેજા હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. 15થી વધુ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ માટે અગાઉથી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.

આ જૂથ વાપીમાં કુલ ત્રણ યુનિટ ધરાવે છે. જેમાં તાજેતરમાં એક યુનિટ બંધ કરવામાં આવ્યું છે. આ જૂથના બે યુનિટ અને સરીગામના ડાયરેક્ટર અને તેના બે સહયોગીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરચોરીના આરોપ બાદ શિક્ષણ જગતમાં પણ શાહ પેપર મિલની ચર્ચા શરૂ થઈ છે. કારણ કે આ 32 હજાર મેટ્રિક ટન કાગળની ખરીદી માટે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં શાહ પેપર મીલનું નામ પણ છે. આગામી દિવસોમાં વધુ પેઢીઓ પણ પકડાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp