પોર્નોગ્રાફી પછી OTT પ્લેટફોર્મની અશ્લીલતા સામે જૈનાચાર્યો લડશે કાનૂની લડાઈ

PC: navbharattimes.indiatimes.com

જૈન આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજ OTT પ્લેટફોર્મ પર અશ્લીલ અને ઉશ્કેરણીજનક સામગ્રી સામે કાનૂની લડાઈ લડશે. જૈન આચાર્ય ટૂંક સમયમાં જ અશ્લીલ સામગ્રી સામે કોર્ટમાં વિસ્તૃત અરજી દાખલ કરશે. જૈનાચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજે જણાવ્યું હતું કે, કેટલાક પરિવારોની ફરિયાદ પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, આ સામગ્રી પરિવાર નામની સિસ્ટમનો અંત લાવી રહી છે. અહીં એવી સામગ્રી આપવામાં આવી રહી છે કે જે પરિવાર સાથે બેસીને જોવાનું શક્ય જ નથી.

પદ્મ ભૂષણ રત્નસુંદર સૂરીશ્વરજીએ કહ્યું કે, પરિવારના કેટલાક સભ્યો OTT માધ્યમને લઈને મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર જે પ્રકારની વેબ સિરીઝની ફિલ્મો બતાવવામાં આવી રહી છે. તેઓ ખૂબ જ નબળી ગુણવત્તાના છે. રત્નસુંદર સૂરીશ્વરજીએ કહ્યું કે, મેં અગાઉ ઓનલાઈન સેક્સ એજ્યુકેશન સામે લડત આપી હતી. જેમાં હું સફળ રહ્યો હતો. તેમણે કહ્યું કે, હું કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓને મળ્યો છું. આ સિવાય તેઓ વિરોધ પક્ષના નેતાઓને પણ મળ્યા હતા. હું આગામી દિવસોમાં આ અંગે કાનૂની અરજી દાખલ કરવાનો છું. હું કોર્ટમાં OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી અશ્લીલ સામગ્રી સામે કાયદાકીય લડાઈ લડીશ.

પદ્મ ભૂષણ રત્નસુંદર સૂરીશ્વરજીને તાજેતરમાં જ એક પીઢ અભિનેતાએ પણ કહ્યું હતું કે, જે પ્રકારની વેબ સિરીઝ આવી રહી છે, તે હું મારા પરિવારના સભ્યો સાથે પણ જોઈ શકતો નથી. દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ છે, પણ તેનો વિરોધ કરે તેવું લાગતું નથી. રત્નસુંદર સૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, આજકાલ વિવિધ વિષયો પર જે રીતે ફિલ્મો બની રહી છે, તેને લઈને વિવાદો સામે આવતા રહે છે. ખાસ કરીને ફિલ્મમાં અશ્લીલ દ્રશ્યો બદલાતા હોવાથી પરિવાર સાથે બેસીને જોવાનું શક્ય નથી.

રત્નસુંદરસૂરિ દેશના મહાન જૈનાચાર્ય છે. તેમણે અનેક પુસ્તકો બહાર પાડ્યા છે. તેમનો જન્મ ગુજરાતના ભાવનગરના પાલિતાણા શહેર પાસેના દેપળા ગામમાં દલીચંદ અને ચંપાબેનને ત્યાં થયો હતો. તેનું જન્મનું નામ રજની હતું. તેમણે 1967માં ભુવનભાનુસૂરી પાસે સંન્યાસની દીક્ષા લીધી. તેમને 1996માં આચાર્યની પદવીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 2006થી ચાર વર્ષ દિલ્હીમાં વિતાવ્યા. 2011માં તેણે ભારતમાંથી માંસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની અરજી શરૂ કરી હતી. જુલાઈ 2013માં તેણે રાજ્યસભામાં સેક્સ એજ્યુકેશન અને ઓનલાઈન પોર્નોગ્રાફી પર પ્રતિબંધ લગાવવા અરજી દાખલ કરી હતી. 2017માં સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp