કોંગ્રેસના ધારાસભ્યની માગ-જૂનાગઢમાં યુવકોને મારનાર પોલીસકર્મીઓ પર થાય કાર્યવાહી

PC: indianexpress.com

જૂનાગઢમાં 16 જૂનની રાત્રે ભડકેલી હિસાની ઘટના વેગ પકડતી નજરે પડી રહી છે. પોલીસે આ ઘટનામાં જ્યાં 31 લોકો વિરુદ્ધ નામિત FIR નોંધી છે તો બીજી તરફ હવે દરગાહ બાદ યુવકોને મારનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહીની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર દરગાહ બહાર યુવકોને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ માગ કરી છે. આ ઘટના પર ઓલ ઇન્ડિયન મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી પહેલાથી જ પ્રહાર કરી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમારા પર જ અત્યાચાર થશે, અમે લોકો જ જાલિમ કહેવાઈશું. જૂનાગઢના મજેવાડી ગેટ પાસે સ્થિત એક દરગાહને નોટિસ આપ્યા બાદ ઉપજેલા વિવાદમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદના જમાલપુર ખાડિયા સીટથી ધારાસભ્યના ઈમરાન ખેડાવાલાએ માગ કરી છે કે આ ઘટનામાં ખુલ્લેઆમ યુવકોને મારનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી. ઈમરાન ખેડવાલાએ હુમલો કરનાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીની માગ કરી છે.

ઈમરાન ખેડાવાલાએ પોલીસને નિષ્પક્ષ કામ કરવા અને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. આ ઘટનામાં એક વટેમાર્ગુનું મોત પણ થઈ ગયું હતું. જૂનાગઢમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં 2 લોકો મોઢા પર રૂમાલ બાંધીને દરગાહ બહાર ઊભા કરીને કેટલાક યુવકોને નિર્દયી માર મારવામાં આવી રહ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મારનારા પોલીસકર્મી છે, જો કે, પોલીસે આ વીડિયોને લઈને કોઈ નિવેદન આપ્યું નથી.

આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ગયા વર્ષે નવરાત્રી દરમિયાન ખેડામાં આ પ્રકારે સ્થાનિક પોલીસે યુવકોને મારવામાં આવી હતી. ત્યારે આખો મામલો હાઇ કોર્ટ પહોંચ્યો હતો. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હુમલો કરનાર લોકો સામે સખત પગલા લેવામાં આવે તેવી પણ માગ કરી હતી. પોલીસને ન્યાયપૂર્ણ કામગિરી કરવા અને પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે 302, 307, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિત રાયોટિંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની IPCની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ટોળાએ કરેલી મારામારીમાં ઈજાગ્રસ્ત PSI ફરિયાદી બન્યા છે અને મારામારી તેમજ તોડફોડ કરનારા તમામ લોકો સામે મજેવડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળાએ કરેલા બેફામ પથ્થરમારામાં એક રાહદારીને પથ્થર વાગવાથી તેનું મોત થયુ છે. પોલીસે 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે, દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ બાદ થયેલી હિંસા અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યુ છે કે નોટિસ માત્ર આધાર પુરાવા માટે જ આપી હતી. કુલ 8 ધાર્મિક જગ્યાને નોટિસ અપાઈ હતી. પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી. દબાણ હટાવવાનો કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. સાથે જ જણાવ્યુ છે કે જે નડતરરૂપ મંદિરો અને દરગાહો છે તેને જ નોટિસ અપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp