જૂનાગઢ અને UPનો વીડિયો શેર કરી બોલ્યા ઓવૈસી- અમને મરાશે અને અમારા પર જ કેસ થશે..

જૂનાગઢમાં દરગાહને નોટિસ આપવાને લઈને શુક્રવારે સાંજે જોરદાર હોબાળો થયો. ધર્મના નામ પર થયેલી હિંસા, પથ્થરમારો અને દંગામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. 5 પોલીસકર્મી આ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયા. જૂનાગઢની આ ઘટના સાથે જોડાયેલા એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને વિવાદ વધી ગયો છે. આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે કેટલાક આરોપીઓને દરગાહ સામે ઊભા કરવામાં આવ્યા અને 2 લોકો (કથિત પોલીસકર્મી) તેમને પટ્ટાથી મારતા નજરે પડી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ વીડિયો ટ્વીટ કરતા સરકારને ઘેરી છે. જે લોકોએ દરગાહને લઈને હોબાળો કર્યો અને 4 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત કર્યા, તેમની મોડી રાત્રે ધરપકડ કરી લીધી. બધાને પોલીસે એ જ દરગાહ સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટથી તેમની જોરદાર પિટાઈ કરી. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘અમારા પર જ અત્યાચાર થશે, અમે જ જાલિમ કહેવાઈશું.
पहली ख़बर:
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
गुजरात के जूनागढ़ में दरगाह को तोड़ने का मुस्लिम युवकों ने विरोध किया तो जनता का रक्षक कहे जाने वाली पुलिस, मुस्लिम युवकों को उसी दरगाह के सामने अपने पट्टे से सबके सामने पीट रही है।
અમને જ મારવામાં આવશે અને અમારા પર જ કેસ ચલાવવામાં આવશે. ભારતમાં હિન્દુત્વ ઇન્તિહા-પસંદી ઉરુજ પર છે. શાર્પસંદ હિન્દુત્વવાદીઓના શર પસંદીની કેટલીક ચિંગારી પોલીસ વિભાગ સુધી પહોંચી ચૂકી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આજના 2 સમાચાર હેડલાઇન છે. ગુજરતા જૂનાગઢમાં દરગાહને તોડવાનો મુસ્લિમ યુવકોએ વિરોધ કર્યો, તો જનતાની રક્ષક કહેવાતી પોલીસ, મુસ્લિમ યવકોને એ જ દરગાહ સામે પોતાના પટ્ટાથી બધા સામે મારી રહી છે.
दूसरी ख़बर: बुलंदशहर में एक दिहाड़ी मज़दूर को एक दरख़्त से बांध कर पीटा गया और JSR के नारे लगाने पर मजबूर किया गया।बाद में पुलिस की हमदर्दी तो देखिए मुजरिमों के खिलाफ़ कार्रवाई करने के बजाय साहिल को ही जेल भेज दिया।
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
अपने ऊपर हो रहे ज़ुल्म के खिलाफ़ फरयाद लेकर जाए तो कहां जाए? pic.twitter.com/T7iPckN6is
તેની સાથે જ ઓવૈસીએ એક બીજો વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું કે, બુલંદશહરમાં એક દહાડી મજૂરને એક દરખ્તથી બાંધીને મારવામાં આવ્યો અને JSRના નારા લગાવવા પર મજબૂર કરવામાં આવ્યા. ત્યારબાદ પોલીસની હમદર્દી તો જુઓ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ સાહિલને જ જેલ મોકલી દીધો. પોતાના ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ ફરિયાદ લઈને જાય તો ક્યાં જાય.
हम पर ही ज़ुल्म होगा हम ही ज़ालिम कहलाएंगे।
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
हम को ही मारा जाएगा और हम पर ही मुक़दमे चलाए जाएंगे।
भारत में हिन्दुत्व इंतिहा-पसंदी उरुज पर है, शर्पसंद हिंदुत्ववादियों के शर-पसंदी की कुछ चिंगारी पुलिस विभाग तक पहुंच चुकी है।
उसका जीता जागता मिसाल आजकी 2 ख़बर की सुर्खियां हैं। pic.twitter.com/raaW4NdRDF
શું છે મામલો?
જૂનાગઢમાં મજેવડી ગેટ સામે રસ્તા વચ્ચે એક દરગાહ બની છે. તેને હટાવવા માટે મહાનગર પાલિકા તરફથી સીનિયર ટાઉન પ્લાનરે એક નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં લખ્યું હતું કે, આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. 5 દિવસની અંદર આ ધાર્મિક સ્થળની કાયદાકીય રીતે યોગ્ય હોવાના પુરાવા રજૂ કરવામાં આવે નહિતર આ ધાર્મિક સ્થળ તોડવામાં આવશે અને તેનો ખર્ચ તમને આપવો પડશે. ધાર્મિક સ્થળ (દરગાહ)ના ડિમોલેશનની નોટિસ લગાવવા મહાનગર પાલિકાના અધિકારી પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વ એકત્ર થઈ જાય અને નારા લગાવવા લાગ્યા. પોલીસે જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાવર થઈ ગયા.
શુક્રવારે સાંજે 7:00 વાગ્યે જ લોકો એકત્ર થવાની શરૂ થઈ ગયા અને 9:00 વાગ્યે 200-300 લોકો પહોંચી ગયા અને દરગાહના ચારેય તરફ એકત્ર થઈ ગયા, જ્યારે પોલીસે તેમને આ જગ્યાથી હટાવવાનો પ્રયાસ કર્યો તો પથ્થર ફેકવા લાગ્યા અને પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. હુમલામાં એક ડેપ્યુટી એસપી અને 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા. સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ આખા શહેરમાં ઠેર-ઠેર તૈનાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp