કલોલ: વહીવટદારોએ બારોબાર મંદિરનો જ 2.92 કરોડમાં સોદો કરી નાંખ્યો

PC: divyabhaskar.co.in

લોકો લોભમાંને લોભમાં હવે ભગવાનને પણ છોડતા નથી. ઉત્તર ગુજરાતના એક ગામમાં ભગવાન શિવના મંદિરને ટ્રસ્ટીઓ સરકારની જાણ બહાર બારોબાર કરોડો રૂપિયામાં વેચી દીધું હોવાની વાત બહાર આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રસ્ટીઓએ અમદાવાદના એક બિલ્ડરને મંદિરની જમીન વેચી મારી છે.આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ મથકમાં આઇપીસી કલમ 409,465,467, 468 અને 474 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓને નોટીસ પણ આપવામાં આવી છતા નોટીસનો પણ જવાબ આપવામાં આવ્યો નહોતો.

કવિ હરજી લવજી દામાણી જેઓ ‘શયદા’ તરીકે જાણીતા છે તેમની એક પંક્તિ છે ‘મને આ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ, તારા બનાવેલા આજે તને બનાવે છે’  આ વાત એટલા માટે યાદ આવી છે કે કલોલના એક ગામમાં મંદિરના વહીવટદારોએ ભગવાનનો જ વહીવટ કરી નાંખ્યો. ચેરિટી કમિશ્નરની જાણ બહાર જ મંદિરનો 2.92 કરોડ રૂપિયામાં સોદો કરી નાંખ્યો. દોઢ વર્ષ પછી પાપ છાપરે ચઢીને પોકાર્યુ છે અને હવે 4 વહીવટદારો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.

 ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના ઉનાલી ગામની સીમમાં બિનખેતીની જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના 4 વહીવટદારોએ સરકારની મંજૂરી વિના બારોબોર 2 કરોડ 92 લાખ 12 હજાર રૂપિયામાં ગેરકાયદે રીતે સ્કાય ફાઉન્ડર ડેવલપર્સને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે 9 માર્ચ 2023ના દિવસે અમદાવાદના ચેરિટી કમિશ્નર કચેરી દ્રારા નીલકંઠ મહાદેવ ટ્રસ્ટની મિલ્કત સામે તપાસના આદેશ આપવામાં આવ્યા. અને આ તપાસ ઇન્ચાર્જ નિરિક્ષક હાર્દિક પટેલને સોંપવામાં આવી હતી.

હાર્દિક પટેલે નીલકંઠ મંદિરનો રેકોર્ડ કલોલની મામલતદાર કચેરીમાંથી કઢાવ્યો હતો અને તપાસ કરતા ખબર પડી કે આ જમીન તો 15 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના સ્કાય ફાઉન્ડર ડેવલપર્સને વેચી દેવામાં આવી છે. મંદિરના વહીવટદારોમાં ઠાકોર શકુજી, ઠાકોર હીરાજી, ઠાકોર બુધાજી, ઠાકોર કાંતાજીના નામ હતા.

 આ ચારેય વહીવટદારોને 27 માર્ચ કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટીસનો પણ ટ્ર્સ્ટીઓએ કોઇ જવાબ આપ્યો નહોતો. આખરે તપાસ અધિકારી હાર્દિક પટેલે સાતેજ પોલીસ સ્ટેશનમાં ચારેય ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલે સાંતેજ પોલીસ મથકમાં આઇપીસી કલમ 409,465,467, 468 અને 474 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp