કિર્તી પટેલ બની બેફામ, 2 ટ્રક ડ્રાઇવરોને માર્યા, કામરેજમાં 5 સામે ગુનો
સોશિયલ મીડિયા પર બેફામ ગાળો બોલતી અને અશ્લીલ ભાષામાં વાત કરીને ફેમસ થયેલી કિર્તી પટેલ ફરી વિવાદમાં આવી છે. કામરેજ પોલીસમાં કિર્તી પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. વાત એમ બની હતી કે ટોલ નાકાથી કામરેજ તરફ જતા વિસ્તારમાં બે ટ્રકો પસાર થઇ રહી હતી, જેમાં ગાયો ભરેલી હતી . કિર્તી પટેલ તેના 14 સાગરીતો સાથે પહોંચી ગઇ હતી અને ટ્રકને અટકાવીને બંને ટ્રકના ડ્રાઇવરોને માર માર્યો હતો. જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી તો બધા ભાગી છુટ્યા હતા. કામરેજ પોલીસે 5ની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જાણવા મળેલી માહિતી મુજબ કામરેજ પોલીસના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની પર ફોન આવ્યો હતો કે કામરેજ ચાર રસ્તા પાસે ગાયો ભરેલી ટ્રકો રોકીને બબાલ ચાલી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કિર્તી પટેલ અને સાગરીતો ભાગી છુટ્યા હતા. પોલીસે ટોળાને વિખેરીને ગાયો અને ટ્રક પોલીસ સ્ટેશન લઇને આવી હતી.
કિર્તી પટેલ અને સાગરીતોએ જેમને માર માર્યો હતો તે ડ્રાઇવરના નામ બુધા વકાતર અને ફાલ્ગુન પરમાર છે. પોલીસે બંને ડ્રાઇવરની પુછપરછ કરી હતો તો તમણે કહ્યુ કે, અમે ગીર ગંગા ગૌશાળા ચેરિટેબલ ટ્ર્સ્ટની ગાભણ ગાયો લઇને જતા હતા, અમારી પાસે પુરતા કાગળો પણ છે. પરંતુ ટોળાએ અમને રોકીને માર માર્યો હતો. અમે ગાયો કતલખાને લઇ જઇ રહ્યા છે એવું બોલતા હતા અને અમને ધમકી પણ આપી હતી કે બીજી વાર દેખાયા તો તાપી નદીમાં ફેંકી દઇશું.
કામેરજ પોલીસે કિર્તી પટેલ,શૈલેષ મેર, દિનેશ દેસાઇ, મેહુલ આહીર અને વિશ્મ ભરવાડની સામે જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમો લગાવી છે.
જો કે કિર્તી પટેલ માટે આ પહેલા વિવાદ નથી, તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. તેની સામે સુરત, અમદાવાદ,જૂનાગઢ અનેક જગ્યાએ ગુના નોંધાયેલા છે. કામરેજ પાસે ટ્રકને પકડવાની બબાલનો વીડિયો કિર્તીએ તેના FB પર પોસ્ટ કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, જુઓ અમે 8 ટ્રક પકડી છે. અમારી તો બર્થ ડે ઉજવાઇ ગઇ. અમે બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે શૈલેષ મેરને માહિતી મળી હતી કે ગાયોને કતલખાને લઇ જવાઇ રહી છે. ગાય માતાની સેવા પહેલા એવું કિર્તી કહી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp