લાઉડ સ્પીકરના આ નિયમો જાણી લેજો, નહીં તો ભેરવાઇ જશો, પોલીસે સોંગદનામું કર્યું

PC: oneindia.com

ધ્વનિ પ્રદુષણ વિશે ઘણા સમયથી ચર્ચાઓ અને વિવાદો ચાલતા રહે છે. ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં ગુજરાત પોલીસને ધ્વનિ પ્રદુષણ મામલે સોંગદનામું રજૂ કરવા કહ્યું હતું. પોલીસે સોંગદનામું રજૂ કરી દીધું છે.ધ્વનિ પ્રદુષણ માટેના જે નિયમો છે તે તમારે જાણી લેવા જોઇએ, નહીં તો તમે કોઇક વાર ભેરવાઇ જશો. પોલીસે ધ્વનિ પ્રદુષણ માટે કેટલાંક મુદ્દા રજૂ કર્યા છે. લાઉડ સ્પીકર વેચનારે પણ નિયમ પાળવા પડશે.

પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ હોવાનો પોલીસે સોંગદનામામાં ઉલ્લેખ કર્યો છે. લાઉડ સ્પીકર વેચનારે લિમિટર ઇન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે અને ખરીદનારે તેના જાહેરમાં ઉપયોગ કરવા માટે લાયસન્સ લેવું પડશે.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી PILમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં નિયમ હોવા છતા નવરાત્રિના તહેવારમાં સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકરનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. ઘોંઘાટને કારણે અનેક લોકો પરેશાનીનો અનુભવ કરે છે.

હવે આ મુદ્દાઓ જે પોલીસે કીધા છે તે તમારે જાણવા જેવા છે. કોઇ પણ રાજકીય મેળાવડો હોય, લગ્નનો વરઘોડો હોય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા હોય, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યાનો ઉપયોગ હોય, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યા જ્યાં આસપાસમાં રહેણાંક વિસ્તાર હોય તો માઇક સિસ્ટમ ભાડે આપી શકાશે નહીં.

ખુલ્લાં પાર્ટી પ્લોટના આજુબાજુ રહેનારા લોકો માટે આ સૌથી મોટું ન્યૂસન્સ છે કે જેમનો પ્રસંગ હોય તે મોટે મોટેથી સ્પીકર વગાડે અને તેને કારણે લોકોની ઉંઘમાં ખલેલ પડે છે.

હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના વિસ્તારને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. આવા વિસ્તારોમાં માઇક સિસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહીં.

એકબીજા માટે ઉશ્કેરણી થાય અથવા લોકલાગણી દુભાઇ તેવા ઉચ્ચારણો ગાયનોનો માઇક સિસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહીં. ટ્રાફિકના તમામ નિયમો પાળવા પડશે, રસ્તા પર નાચગાન કે ગરબા કરી શકાશે નહીં.

જો કે શરતોને આધિન અગાઉથી પરવાનગી લીધી હશે તો છુટછાટ મળી શકે છે.

ચોક્કસ ડેસિબલ સુધીનો અવાજ હોય તેવા જ લાઉડ સ્પીકરને મંજૂરી આપવાનો નિયમ છે.

આ નિયમ હોવા છતા ઘણા લોકો બેફામ ઉપયોગ કરે છે તેવી રજૂઆતો છે. સીધી પોલીસ FIR પર કોર્ટ કાર્યવાહી થઇ શકે છે.

જાહેર રસ્તા પર કે અન્ય સ્થળે જો ડીજે ટ્રેકનો ઉપયોગ કરવાનો હોય તો તેના માટે એક સપ્તાહ પહેલાંથી પરવાનગી લેવી પડશે.

રાત્રે 10 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધી ડીજે કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp