લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનો મોટો દાવ, આ નેતાને મોકલ્યા ગુજરાત

કોંગ્રસે લોકસભાની ચૂંટણી અગાઉ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. તેઓ ગુજરાતના પ્રભારી બનવા અગાઉ દેશના ઘણા રાજ્યોમાં પ્રભારીનું કામ સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધી રાજસ્થાનના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા ગુજરાતના પ્રભારી હતા. મુકુલ વાસનિક રાજ્યસભાના સભ્ય છે. તેમને ગુજરાત મોકલવા પાછળ કોંગ્રેસની મોટી રાજનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે જૂનમાં રાજ્યની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિ સિંહ ગોહિલને સોંપી હતી.

ત્યારે એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું શક્તિ સિંહ ગોહિલને રાજ્યમાં પૂરી તાકત સાથે કામ કરવાનો ફ્રી હેન્ડ મળશે? વાસનિકને પ્રભારી બનાવવામાં પહેલો મોટો સંકેત એ છે કે આગામી દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પૂરી રીતે સક્રિય થવા જઈ રહ્યા છે. શક્તિ સિંહ હોય કે પછી મુકુલ વાસનિક બંને નેતાઓની રાહુલ ગાંધી સાથે સીધી ટ્યુનિંગ છે. એવામાં જ્યારે ભારત જોડો યાત્રાના બીજા ચરણની શરૂઆત ગુજરાતથી થવાની ચર્ચા છે ત્યારે વાસનિકની નિમણૂક ગુજરાતમાં કરવામાં આવી છે.

કોંગ્રેસના મહાસચિવ વાસનિક વર્ષ 1984માં જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા ત્યારે તેઓ સંસદના સૌથી યુવા સાંસદ હતા. તેમની ઉંમર 25 વર્ષ હતી. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા વાસનિકને ગુજરાત મોકલવાનું પહેલું મોટું કારણ એ છે કે આગામી 5-6 મહિનામાં કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવું અને પાર્ટીમાં જૂથબાજીને સમાપ્ત કરીને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરવાનું છે. વાસનિક પોતે વિદ્યાર્થી નેતા રહેવા સાથે UPA 2ની સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહી ચૂક્યા છે. એવામાં તેમની સામે પડકાર ગુજરાતમાં કોંગ્રેસને શક્તિ આપવાનો છે.

મુકુલ વાસનિકને ગુજરાતની સારી સમજ છે. તેઓ રાજીવ સાતવ બાદ હાલમાં જ બીજા એવા પ્રભારી છે જે મહારાષ્ટ્રથી આવે છે. એ સિવાય સૌથી મોટી વાત એ છે કે વાસનિક અને શક્તિ સિંહ વચ્ચે સારી ટ્યુનિંગ પણ છે. એવામાં ગુજરાત કોંગ્રેસને લઈને નિર્ણય ન થવાની ફરિયાદ હવે દૂર થવાની આશા છે. બંને નેતાઓની કેન્દ્રીય નેતૃત્વમાં સીધી પહોંચ છે અને બંને ટીમ રાહુલનો હિસ્સો પણ છે. વાસનિક મધ્ય પ્રદેશ સિવાય કેરળ, તામિલનાડુ, પૂડુચેરી અને લક્ષ્યદ્વીપના પ્રભારી પણ રહી ચૂક્યા છે. વાસનિકની નિમણૂકથી કોંગ્રેસની વિદ્યાર્થી વિંગ NSUI અને ઇન્ડિયન યૂથ કોંગ્રેસ સાથે ગુજરાત કોંગ્રેસને મજબૂતી મળવાની આશા છે.

તેમને ગુજરાતના પ્રભારી એવા સમયે બનાવવામાં આવ્યા છે જ્યારે પાર્ટી રાજ્યમાં ખૂબ નબળી છે. લોકસભાની કોઈ પણ સીટ પાર્ટી પાસે નથી. તો વિધાનસભામાં પાર્ટી પાસે 182માંથી માત્ર 17 સીટ છે. એવામાં વાસનિક સામે શક્તિ સિંહ સાથે મળીને ભાજપને તેના મજબૂત ગઢમાં ઘેરવાનો સખત પડકાર છે. હવે જોવાનું એ રહેશે કે આ મોરચા પર કેટલા ખરા ઉતરી શકે છે. વાસનિક અગાઉ કોંગ્રેસ રાજ્યમાં રઘુ શર્મા, રાજીવ સાતવ, અશોક ગેહલોત, મોહન પ્રકાશ ઝા, બી.કે. હરિપ્રસાદ ગુરુદાસ કામત દાવ રમી ચૂકી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરતા 182માંથી 77 સીટો જીતી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.