લોકસભા ચૂંટણી 2024:ગુજરાતની જે સીટ 35 વર્ષથી BJP પાસે છે,એના પર AAPએ દાવો કર્યો

PC: navbharattimes.indiatimes.com

કોંગ્રેસ સાથે 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન હેઠળ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી રાજ્યમાં રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવા ભરૂચ લોકસભાથી ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા બેઠક 1998થી BJP પાસે છે. રાજ્યમાં BJPના સૌથી મોટા આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી એક પણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર નવેમ્બર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચમાંથી જીતી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી ચૈતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જો આમ થાય તો ભરૂચ લોકસભા પરની હરીફાઈ રસપ્રદ બની શકે છે. વિસ્તારની સમસ્યાઓને લઈને ચૈતર વસાવા ઘણા સમયથી મનસુખ વસાવાને ઘેરી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહી ચૂકેલા અહેમદ પટેલ એક સમયે આ બેઠક જીતીને કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. અહેમદ પટેલ 1977માં ભરૂચ લોકસભામાંથી પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો ન હતો. આવી સ્થિતિમાં સમગ્ર નેતૃત્વની નજર અહેમદ પટેલની આ જીત પર પડી હતી. આ પછી અહેમદ પટેલ સતત બે વખત જીત્યા. તેઓ 1977 થી 1989 સુધી સાંસદ રહ્યા હતા. તેઓ 1989ની ચૂંટણીમાં BJPના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા હતા. ત્યારથી આ બેઠક BJPના કબ્જામાં છે. 1989થી 2019 સુધી કોંગ્રેસ આ સીટ ફરી ક્યારેય જીતી શકી નથી.

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત, જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી એક-એક બેઠક પણ છે. જે બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ધારાસભ્ય છે. ડેડિયાપાડાની બેઠક પણ આ લોકસભામાં છે. વડોદરાની કરજણ બેઠક પણ આ લોકસભાનો એક ભાગ છે. સાતમાંથી છ બેઠકો પર BJPનો કબજો છે. ભરૂચ લોકસભાના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની બેઠક ઝઘડિયા પણ એમાં આવે છે. 2022ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પરથી છોટુ વસાવા સાત વખત જીત્યા હતા. ચૈતર વસાવાએ તેમના રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી.

છ વખત લોકસભામાં પહોંચેલા મનસુખ વસાવા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. BJPએ ગુજરાતની ઘણી લોકસભા બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે, પરંતુ મનસુખ વસાવા લાંબા સમયથી ભરૂચ બેઠક પર અડગ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તેમણે અહીં પોતાને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આ ઉપરાંત BJPમાંથી ચૂંટણી લડવાને કારણે તેમને છેલ્લી બે ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટ મળ્યા છે. 2014ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ INC ઉમેદવાર જયેશ ભાઈ પટેલને 1.53 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. તો 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 3.34 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આવી સ્થિતિમાં ચૈતર વસાવા જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનીને ઉભરી આવ્યા છે. તેઓ કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર તરીકે તેઓ કેટલો મોટો પડકાર ઉભો કરી શકે છે, તે જોવું રસપ્રદ રહેશે. ચૈતર વસાવા દેડિયાપાડા વિધાનસભાથી 40,282 મતોની સરસાઈથી જીત્યા. ચૈતર વસાવાને 1,03,433 મત મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp