લોકસભા: ક્લીન સ્વીપની હેટ્રીક બનાવવા માટે શું BJP ગુજરાતમાં ટિકિટ કાપશે?

PC: indiatoday.in

લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલ અને સર્વેમાં ગુજરાતમાં ભાજપ આગળ છે. સર્વેમાં પાર્ટી 26 માંથી 26 સીટો જીતતી જોવા મળી રહી છે, પરંતુ આ બધા પછી પણ પાર્ટી પોતાના સૌથી મજબૂત ગઢમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ નવી રણનીતિ પર કામ કરી રહી છે.

ગુજરાત ભાજપનો ગઢ છે. ભાગ્યે જ કોઈને તેના પર શંકા હશે. આ અભેદ્ય કિલ્લામાં ભાજપ ત્રીજીવાર ક્લીન સ્વીપ જીતવા માટે નવી રણનીતિ ઘડી રહી છે. પાર્ટી હાઈકમાન્ડ I.N.D.I.A ગઠબંધનની અસરનું આકલન કરી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

બંને લોકસભામાં કોંગ્રેસ પાર્ટી એક પણ સીટ જીતી શકી નહોતી. ભાજપ હવે કોઇ પણ સંજોગોમાં આ પ્રદર્શનને જાળવી રાખવા માંગે છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ એલર્ટ થઇ ગઇ છે. જેને કારણે આગામી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. પાર્ટી નવી રીતે સોશિયલ એન્જિનિયરીંગ કરી શકે છે, એટલું જ નહી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે મોટા પાયે હાલના સાંસદોની ટિકિટ કાપી શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ 12થી વધારે બઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. ભાજપ પહેલા પણ ઉમેદવારોમાં  મોટા ફેરફાર કરતી રહી છે. પાર્ટી અનેક વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓની ટિકિટ કાપીને તેમને સંગઠનની જવાબદારી સોંપી શકે છે.

સૂત્રોના કહેવા મુજબ ભાજપ અત્યારે એ વિશે જાણકારી મેળવી રહી છે કે INDIA ગઠબંધનને કારણે કઇ સીટ પર અસર થઇ શકે છે?  ભલે, ભાજપમાં અત્યારે આંતરિક ઝગડા ચાલતા હોય, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બધું ઠીક થઇ જશે. નવરાત્રી પહેલા ભાજપ ચૂંટણી મોડમાં આવી જશે.

વિપક્ષના I.N.D.I.A ગઠબંધન પહેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ 5 લાખ મતોના માર્જિનથી તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્‍ય રાખીને આગળ વધતા રહ્યા હતા, પરંતુ વચમાં આંતરિક વિખવાદને કારણે પાટીલ થોડા શાંત છે.

આમ આદમી પાર્ટી ગુજરાતામં 6 બેઠકો પર લડવા માંગે છે. એવામાં કોંગ્રેસ 19 સીટ પર થી ચૂંટણી લડશે. અત્યારે બંને પાર્ટીઓ પાસે એક પણ સીટ નથી, એવામાં ભાજપે બધી 26 સીટો બચાવવી પડશે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે 12થી 15 સાંસદોની ટિકિટ કપાઇ શકે છે. એવા સંજોગોમાં કદાવર નેતાઓની ચૂંટણી રાજનીતિ પર વિરામ લાગી શકે છે. પાર્ટી આદિવાસી બેલ્ટની સાથે ઉત્તર ગુજરાતમાં ખાસ સતર્ક છે. ભાજપને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારોમાં વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો ભારે પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp