26th January selfie contest

દારૂના નશામાં ધૂત મહીસાગરના નાયબ મામલતદારનો VIDEO વાયરલ, જુઓ શું બોલ્યા

PC: divyabhaskar.co.in

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં ઉડી રહ્યા છે. દારૂબંધીનો ભંગ અનેક વાર સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હોય તેવા ઘણા મામલા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. જો કે, 31 ડિસેમ્બર એટ્લે કે થર્ટી ફસ્ટના દિવસે લોકો મોટાભાગે પાર્ટીના પ્લાન કરતાં હોય છે. પરંતુ થર્ટી ફસ્ટની ઉજવણીના ઉન્માદમાં કેટલાક ગુજરાતીઓ ભૂલી જતાં હોય છે કે, ગુજરાતમાં દારૂબંદી છે. તે જ રીતે ભાન ભૂલેલા વધુ એક સરકારી કર્મચારીનો વીડિયો સામે આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં એક બાદ એક દારૂની મહેફીલ માણતા અધિકારીઓના વીડિયો સામે આવ્યા છે. ત્યારે દારૂ પીતા હોવાનો કડાણા મહેસૂલ નાયબ મામલતદારનો વીડિયો સામે આવતા કડાણા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સરેઆમ નાયબ મામલતદાર રાકેશ પરમાર દ્વારા દારૂ બંધીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે, આવી ગુનાહિત બાબતોમાં બધા જ સરકારી કર્મચારીઓ સામેલ નથી હોતા પણ સમગ્ર ટીમનું નામ એક બે કર્મચારીઓના કારણે પણ ખરાબ થતું હોય છે.

જો કે, આટલું ઓછું હોય તેમ નાયબ મામલતદાર સાહેબ વીડિયોમાં બોલી રહ્યા છે કે, 'હું એવો સાહેબ છું કે જે  પીધેલો હોય ને જે બોલું એજ આવતી કાલે બોલીશ.' ત્યારે હાલ તો તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલા આ શબ્દોના કારણે પણ તેઓના કામ અને ભાન અંગે સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ તેઓ એક મહિલા વિશે પણ આ વીડિયોમાં બોલી રહ્યા છે.

જો કે, હાલ તો નાયબ મામલતદાર પર આ ઘટના બાદ યોગ્ય કાર્યવાહીની માગ ઉઠવા પામી છે. આ સાથે જ જ્યારે સામાન્ય જનતા નાયબ મામલતદાર રાકેશ પરમારનો આ વીડિયો જોવે કે જેમાં તેઓ સરેઆમ દારૂબંધીનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો આ વીડિયો જોઈને લોકોમાં દેખીતી રીતે જ સુરક્ષા અને કાર્યશૈલી પર પણ સવાલ ઊભા થાય એમાં કોઈ નવાઈની વાત નથી.

આ ઘટનાને પગલે સળગતા સવાલો

હાલ આ ઘટનાને કારણે એ સવાલ ઉઠી રહ્યા છે કે, શું આ પદ પર બેઠેલા અધિકારીને આ શોભે છે?, અધિકારી પોતે નિયમોનો ઉલાળિયો કરે છે?, નાયબ મામલતદાર પાસે ક્યાંથી આવ્યો દારૂ?, આ નશો કરતા સાહેબ સામે કાર્યવાહી ક્યારે?, આવા અધિકારીને પોલીસ ક્યારે ભણાવશે પાઠ?, આ સાહેબને પોલીસનો કે કાયદાનો ડર નથી?

રિપોર્ટ મુજબ, આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે વીડિયોની ખાતરી કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે તેમનો જ આ વિસ્તાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp