મારા મોત માટે તૌસીફ જવાબદાર લખી કાજલ પ્રજાપતિનો આપઘાત, જાણો આખો મામલો

તું મારી સાથે વાત નહીં કરે તો સમાજમાં તને બદનામ કરી દઇશ, એવી વારંવારની ધમકીઓથી પરેશાન થઇને અમદાવાદની એક મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ગુજરાતના અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ વિસ્તારમાં છેડતીની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવકના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પરણિતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું છે. આ કેસમાં મૃતક મહિલાએ અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. તે વખતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

મહેમદાવાદમાં રહેતી એક પરણિતાએ આપઘાત કરી લીધો છે. તેણીએ સ્યુસાઇડ નોટમાં તૌસીફ પઠાણને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો છે. મહિલાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તૌસીફે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે, મારા મોત માટે એ જ જવાબદાર છે, તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવે. મહિલાના પતિની ફરિયાદને આધારે પોલીસે તૌસીફ પઠાણની ધરપકડ કરી છે.

મહેમદાવાદમાં પ્રકાશ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે. 14 ઓગસ્ટે તેમની પત્ની કાજલ પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા પર લટકીને ફાંસો ખાઇ લીધો હતો. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં કાજલ પ્રજાપતિએ લખ્યું હતું કે તૌસીફ પઠાણે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મને ફોન કર્યો, મને બ્લેકમેલ કરતો હતો, મારી પાસે રૂપિયા માંગતો રહેતો હતો અને જ્યારે રૂપિયા આપવાની ના પાડી તો મારા પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બધી વાતોથી પરેશાન થઇને હું આત્મહત્યા કરુ છું.કાજલની દુનિયાને અલવિદા કહેવાને કારણે બે દીકરીઓ મા વિહોણી બની ગઇ છે.

મહેમદાવાદ પોલીસે આરોપી તૌસીફ પઠાણની ધરપકડ કરી છે અને તેનો મોબાઇલ પણ કબ્જે કર્યો છે.પોલીસે કહ્યું કે તૌસીફના મોબાઇલની FSL પાસે તપાસ કરાવવામાં આવી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.

આપઘાત કરનાર મહિલાના પતિ પ્રકાશ પ્રજાપતિએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તૌસીફ ખાન લગાતાર મારી પત્નીને પરેશાન કરતો હતો. તેણે એક વખત અમારા ઘરમાં ઘુસીને પત્ની સાથે છેડછાડ પણ કરી હતી. તૌસીફ છેલ્લાં 5 મહિનાથી  પરેશાન કરી રહ્યો હતો. એ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તે વખતે પોલીસે તૌફીકની ધરપકડ પણ કરી હતી. પરંતુ આમ છતા તેણે મારી પત્નીને પરેશાન કરવાનું બંધ નહોતું કર્યું.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.