26th January selfie contest

ગુજરાતમાં બાગેશ્વરના દરબારથી 'બાપુ' બગડ્યા, કહ્યું- ભગવાન અંધ ભક્તોને...

PC: gujarati.news18.com

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વર ધામ સરકારની ગુજરાત મુલાકાતને લઈને BJP પર આકરા પ્રહારો કર્યા છે. વાઘેલાએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પર કહ્યું કે, બાબા BJPનું માર્કેટિંગ કરી રહ્યા છે. વાઘેલાએ કહ્યું કે, રાજકારણમાં ધર્મનો ઉપયોગ ન થવો જોઈએ. BJPએ ધર્મનો ઉપયોગ બંધ કરવો જોઈએ. વાઘેલાએ કહ્યું કે, આ બધું BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે છેતરનારા ભૂખ્યા ન રહે. બાગેશ્વર ધામ સરકારના નામે મીડિયાની હેડલાઈન્સમાં ચમકતા રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરોમાં દરબાર યોજવા જઈ રહ્યા છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે.

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરને લઈને BJP પર આકરા પ્રહારો કર્યા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, બાગેશ્વર સરકાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તમે શું કહેવા માગો છો? આ અંગે વાઘેલાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત એ BJPનું માર્કેટિંગ છે. આપણા દેશમાં ધર્મના નામે દેશદ્રોહ કરનારા ભૂખ્યા નથી રહેતા. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, BJP નકલી ચમત્કારોના નામે રમી રહ્યું છે, વૈજ્ઞાનિક યુગમાં આવી બાબતોને અવકાશ નથી. 

બાગેશ્વર બાબા સુરતથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, જ્યાં તેઓ 26 અને 27 મેના રોજ નીલગીરી મેદાનમાં દિવ્ય દરબાર કરશે. આ પછી બાબા બાગેશ્વર 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર અને 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર છે. આ માટે તમામ શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે. સુરતના દિવ્ય દરબારમાં બે લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે અમદાવાદના માત્ર એક લાખ લોકો જ બાબાના દિવ્ય દરબારમાં જઈ શકશે.

એકબાજુ જ્યાં બાગેશ્વર ધામ સરકારના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતને લઈને ગુજરાતમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાડ પડી ગઈ છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે BJPને બેકફૂટ પર ધકેલનાર રાજ્યના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે બાગેશ્વર બાબાને સાક્ષાત હનુમાનજીના અવતાર તરીકે ઓળખ્યા છે. પાર્ટીથી અલગ અભિપ્રાય રાખતા હેમાંગ રાવલે કહ્યું છે કે, તેમને બાગેશ્વર બાબામાં ઘણી શ્રદ્ધા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથ પણ તેમની મુલાકાતે જાય છે. રાવલના નિવેદનના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે, છેલ્લી બે લોકસભા ચૂંટણી જીત્યા બાદ પણ BJPએ તેના વચનો પૂરા કર્યા નથી. તો શું એ જ વ્યૂહરચના હેઠળ બાબાઓના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp