- Central Gujarat
- હનુમાનજી અપમાન સામે સાધુ સંતો ધુંઆપુઆ,સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર,મંદિરે...
હનુમાનજી અપમાન સામે સાધુ સંતો ધુંઆપુઆ,સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર,મંદિરે...
સાળંગપુર મંદિરના ભીંતચિત્રમાં હનુમાનજીનું અપમાન થયું હોવાનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે ગુજરાતના સાધુ સંતો પણ ધૂંઆપુઆ થયા છે અને અમદાવાદમાં મળેલી સનાતન ધર્મના સંતોની બેઠકમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાધુ સંતોએ નક્કી કર્યું કે સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસશે. ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવા માટે 5 સપ્ટેમ્બર, મંગળવારે દેશભરના સાધુ સંતો લિમડીમાં ભેગા થવાના છે.
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામીનારાયણની સામે પ્રણામ કરતા હોય તે રીતે ચિત્ર બનાવવાનો વિવાદ વણસેલો છે. આ બાબતે સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી.

આ બેઠકમાં સાધુ-સંતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સ્વામીનારાયણ મંદિરે જઇશું નહીં. સ્વામીનારાયણ સંતો સાથે સ્ટેજ શેર કરવામાં નહીં આવે. સ્વામીનારાયણ સંતોનો બષિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ડો. જ્યોતિરનાથ મહારાજે કહ્યુ કે, જે રીતે સ્વામીનારાયણના સાહિત્યમાં વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવે છે તેનો વિરોધ છે.સ્વામીનારાયણના કોઇ કાર્યક્રમમાં નહીં જવા અને બહિષ્કાર કરવા અમે અમારા અનુયાયીઓને સમજાવીશું.
તો રોકડીયા બાપુએ કહ્યું કે સ્વામીનારાયણના સંતો પોતાના ગુરુના નથી થયા તો પછી બીજાના કેવી રીતે થશે? સંત મોહક ગંગાદાસે કહ્યુ કે સરકાર આ બાબતે કડક પગલા લે તેવી અમે વિનંતી કરીશું. હનુમાનજી અમારા ભગવાન છે. તમે તેમને ગમે ત્યાં બેસાડી દો તે હવે નહીં ચાલે. મહિને મહિને તમે કઇંકને કઇંક બહાર લાવો છો. અમે શાસ્ત્રને કોર્ટમાં રજૂ કરીશું. તમામ સાધુ સંતો એક થાય. ધર્મ ખતરામાં હોય ત્યારે હથિયાર ઉઠાવવું પડે. હવે સ્વામીનારાયણનું તિલક નહીં લગાવાવમાં આવે.

ગિરનારના સાધ્વી ગીતા દીદીએ કહ્યુ કે અમારા હનુમાન શક્તિશાળી છે અને બધા સનાતનીઓમાં હનુમાન વસે છે એટલે લોકો સાળંગપુર આવે છે.
સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 5 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના લિમડીમાં દેશભરના સાધુ સંતો ભેગા થશે અને આગળની રણનીતિ પર ચર્ચા થશે.

અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતા, મહામંડલેશ્વર કલ્યાણ નંદ ભારતી બાપુ, સરખેજના રૂષિ ભારતી બાપુ,જૂનાગઢના મહેન્દ્રગિરી બાપુ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ, પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ અને હર્ષદ ભારતી બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા.

