અંબાલાલે ગુજરાતમાં આ તારીખે વરસાદ પડવાની આગાહી કરી

PC: khabarchhe.com

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ હાથતાળી આપીને ગયો હતો અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મેઘઘરાજાની ફરી પધરામણી થવાની છે અને સપ્ટેમ્બર મહિનો કોરો નહીં જાય. બીજી તરફ ભારતના હવામાન વિભાગે પણ કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. લોકો હવે વરસાદ આવે તેની ફરી એકવાર કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે.

ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટીંગ કર્યા પછી મેઘરાજા છેલ્લાં કેટલાંક સમયથી તો જાણે ગાયબ જ થઇ ગયા હતા. લોકોના મનમાં સવાલ થતો હતો કે શું ચોમાસું પુર થઇ ગયું? ફરી એકવાર ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા. પરંતુ ભારતીય હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે ઓડિશા. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું જામશે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ઘણા ખરા દિવસો ગુજરાત માટે કોરા રહ્યા, જાણે વરસાદ હાથતાળી આપી ગયો હોય તેવું લાગતું હતું. પરંતુ સપ્ટેમ્બર મહિના કોરો નહીં જાય. પટેલે આગળ કહ્યું કે 27થી 31 ઓગસ્ટ દરમિયાન દરિયાઇ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 31 ઓગસ્ટ પછી લો પ્રેસરની સ્થિતિ બનશે જેને કારણે ચોમાસાની ભારે ગતિવિધિ જોવા મળશે. અરબી સમુદ્ધમાં 14 સપ્ટેમ્બરની આસપાસ લો-પ્રેસરને કારણે એક સિસ્ટમ ઉભી થશે, જેને કારણે સપ્ટેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં વરસાદ પડશે.

હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જો કે દિલ્હીમા  વરસાદ પડવાની સંભાવના નથી. જો કે, હિમાચલ પ્રદેશમાં વરસાદ હજુ ચાલું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે, સોલન,શિમલા, સિરમોર, મંડી સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ. ઉત્તરાખંડમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસદાની શક્યતા છે. આગામી સપ્તાહમાં 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધીમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp