મધ્ય પ્રદેશની લો-પ્રેસર સિસ્ટમ ગુજરાતમાં આ જગ્યાએ 4 દિવસ ભારે વરસાદ લાવશે

PC: jagran.com

ગુજરાતના હવામાન વિભાગે વરસાદને લઈ ફરી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્યપ્રદેશની લો પ્રેસર સિસ્ટમને પગલે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા, આણંદ, અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો ગુજરાતના 8 જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આ દિવસોમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, સુરત, વલસાડ, ભરૂચ જેવા અનેક વિસ્તારો છે.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા કહ્યું છે કે 17 સપ્ટેમ્બર રવિવારે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા. તાપી જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ. ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ રવિવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

18 સપ્ટેમ્બર,સોમવારે હવામાન વિભાગે જે વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તેમાં દાહોદ, અરવસ્સી, ખેડા, છોટા ઉદેપુર, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં 18 અને 19 સપ્ટેમ્બર 2 દિવસ માટે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે એની સાથે રવિવારે અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને હિલ સ્ટેશન જેવો માહોલ ઉભો થયો છે, રાજકોટમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતના લોકો અને ખેડુતો માટે રાહત આપનારી વાત છે કે જુલાઇ મહિનામાં જોરદાર વરસાદ રહ્યો અને ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકોર રહ્યો, ઓગસ્ટ મહિનામાં લોકો વરસાદની રાહ જોતા જ રહ્યા, પરંતુ મેહુલિયા ગાયબ થઇ ગયો છે, પરંતુ હવે સપ્ટેમ્બર મહિનામાં ફરી મેઘરાજાની તાબડતોબ સવારી આવી છે અને હવામાન વિભાગનું કહેવું છે કે 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.વરસાદને કારણે બફારામાં ભારે રાહત મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp