ગુજરાતમાં 4 દિવસ ભારે પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી

PC: livemint.com

‘બિપરજોય’વાવાઝોડાનું સંકટ હજુ પણ ગુજરાત પર મંડારેયેલું છે અને વાવાઝોડું પોરબંદરથી 530 કિ.મી દુર છે. પોરબંદરના દરિયામાં અસર જોવા મળી રહી છે અને દરિયા ગાંડોતૂર બન્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતાં 4 દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 11, 12, 13 અને 14 જૂન એમ 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું આગામી  દિવસ સુધી 45 કિ.મીની ઝડપે ફુંકાશે અને તેની ગતિ 13 જૂને વધીને 70 કિ.મી જેટલી થશે. હવામાન વિભાગના કહેવા મુજબ 11 જૂન, રવિવારે ગુજરાતના અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

તો 12મી જૂને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીર સોમનાથને વરસાદ ધમરોળી શકે છે.

13મી જૂને પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્રારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

14 જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકો, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાતના કેટલાંક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગીર સોમનાઝ, ઉના, સનખડા, નવાબંદરી, ગીરગઢડા, દ્રોણેશ્વર, ઇટવાયા, ફાટસર, હરમડિયા જેવા વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

બિપરજોય વાવાઝોડાને પગલે સુરતમાં ડુમસ અને સુંવાલી બીચ અને વલસાડમાં તીથલનો બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રવિવારે સુરતના સુંવાલી દરિયામાં અંડર કરંટ જોવા મળ્યો હતો અને મોંજાઓ ઉછળી રહ્યા છે.

હવામાન વિભાગે વાવાઝોડાને લઇને કેટલીક મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગના કહેવા મુજબ 15 જૂને વાવાઝોડુ કચ્છના માંડવીથી પાકિસ્તાન વચ્ચે ટકરાશે, આ સમયે વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા  કચ્છમાં ટકરાવવાના સંકેત મળી રહ્યાં છે14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયોકિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp