કેટલું ખતરનાક છે ચક્રવાતી તોફાન બિપરજોય? ગુજરાત પર મંડરાઈ રહ્યું છે જોખમ

PC: zeenews.india.com

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ મંગળવારે કહ્યું કે, ગુજરાતમાં દક્ષિણી પોરબંદરમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર ઓછા દબાવાનું ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ તરફ વધી શકે છે. તેના કારણે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. આ ચક્રવાતી તોફાનને ‘બિપરજોય’ નામ બાંગ્લાદેશે આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાતી હવાઓ ચોમાસું કેરળ તટ તરફના આગમનને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. ઓછા દબાણનું ક્ષેત્ર સવારે 8:00 વાગ્યે પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિલોમીટર, દક્ષિણ- દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિલોમીટર, દક્ષિણ પોરબંદરથી 1,190 અને પાકિસ્તાનમાં દક્ષિણ કરાચીથી 1490 કિલોમીટર દૂર બનેલું હતું.

તેમાં કહવામાં આવ્યું છે કે, દબાણના ક્ષેત્રના ઉત્તર તરફ વધવા તેમજ પૂર્વ મધ્ય અરબ સાગર અને તેનાથી નજીક દક્ષિણ પૂર્વ અરબ સાગર પર ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. ચક્રવાતી તોફાન 8 જૂનની સવાર સુધીમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાવા અને 9 જૂનની સાંજ સુધી તેના પ્રચંડ સ્વરૂપ લેવાની સંભાવના છે. આ દરમિયાન કેરળ અને કર્ણાટક કિનારા તરફ લક્ષદ્વીપ માલદીવ વિસ્તારોમાં 6 જૂન અને કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના કિનારા પર 8 થી 10 જૂન સુધી સમુદ્રમાં ખૂબ જ ઊંચી લહેરો ઊઠવાની સંભાવના છે.

સમુદ્રમાં ગયેલા માછીમારોને કિનારે પાછા આવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનવા અને આગામી 2 દિવસોમાં તેમાં તેજી આવવાના કારણે ચક્રવાતી હવાઓ ચોમાસું કેરળ તટ તરફ આગમનને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. જો કે, હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ બતાવી નથી. હવામાન વિભાગે ચોમાસું આવવાની તારીખ બતાવી નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, કેરળમાં ચોમાસાની શરૂઆત 8-9 જૂનના રોજ થઈ શકે છે, પરંતુ તે નબળા અને સામાન્ય પ્રવેશની આશા છે.

ઓછા દબાવનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં તેજ થવાની આશા છે અને મધ્ય સપ્તાહની આસપાસ વધુ મજબૂત થઈ શકે છે. અરબ સાગરમાં આ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ ચોમાસાની પ્રગતિને ખરાબ કરે છે. તેના પ્રભાવમાં ચોમાસાની ધારા તટિય ભાગો સુધી તો પહોંચી શકે છે, પરંતુ પશ્ચિમી ઘાટોથી આગળ વધવા માટે તેમને સંઘર્ષ કરવો પડશે. સ્કાઈમેટે પહેલા 7 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆતની ભવિષ્યવાણી કરી હતી, જેના 3 દિવસ આગળ કે પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp