લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે MLA કાનાણીએ CMને પત્ર લખી હવે આ માગ કરી

વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે સરકારી સ્લીપિંગ એસટી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે.

કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છથી લાખો લોકો ધંધા રોજગાર માટે સુરત આવીને વસેલા છે. તેમની વતનમાં અવર-જવર થતી હોય છે અને ગામડે સુધી પહોંચવા માટે તેમણે લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે. પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો મનમાની રીતે ભાડું વસુલે છે. લોકોની એવી માંગણી છે કે, ખાનગી બસોના રૂટોનો સર્વે કરીને તે જ રૂટ પર સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઇએ. કાનાણીએ કહ્યુ કે, મારી પણ આવી જ માંગણી છે. તાત્કાલિક ધોરણે સ્લીપિંગ બસ શરૂ કરવાની મારી વિનંતી છે.

આ આખી બબાલ ત્યારે શરૂ થઇ હતી જ્યારે ભાજપના ધારાસભ્ય કુમાર  કાનાણીએ સુરત શહેર, DCP ટ્રાફીક અમીતા વાનાણીને પત્ર લખ્યો હતો કે, સુરત શહેરમાં પોલીસ કમિશ્નનરના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અને ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 અને સાંજે 5વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધ છે. પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરીને કોઇ પણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફીકની સમસ્યામાં વધારો કરે છે. પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તેનો લેખિતમાં 7 દિવસમાં જવાબ આપશો.

કાનાણીનો એ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે લકઝરી બસ ઓપરેટર એસોસિયેશને નિર્ણય લીધો હતો કે, 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરત શહેરની હદમાં પ્રવેશશે નહી, અને ઉપડશે પણ નહીં. એ પ્રમાણે 21 ફેબ્રુઆરીએ લક્ઝરી બસોમાં આવેલા મુસાફરોને વાલક પાટીયા પાસે ઉતારી દેવામાં આવ્યા હતા અને લોકોએ તેમના ડેસ્ટીનેશન સુધી પહોંચવા માટે ભારે રીક્ષા ભાડું કે કાર ભાડું ચુકવવું પડ્યું હતું. વાલક પાટીયાથી વરાછાના લગભગ 5થી 7 કિ.મી વિસ્તારમાં જવા માટે રીક્ષાચાલકોએ પણ ગરજનો લાભ ઉઠાવ્યો હતો અને 500થી 700 રૂપિયા ભાડું વસુલી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.