18 વર્ષથી ઓછી ઉંમરના છોકરા-છોકરીને મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ,ઠાકોર સમાજનો નિર્ણય

PC: patrika.com

ગુજરાતના રાજકારણ અને સમાજકારણ પર સારું એવું વર્ચસ્વ ધરાવતા ઠાકોર સમાજના નેતાએ એક ચોંકાવનારો નિર્ણય જાહેર કર્યો છે. મોબાઇલના વધારે પડતા વપરાશને કારણે છોકરીઓ બગડી રહી છે એવું માનીને છોકરીઓ અને છોકરાઓના મોબાઇલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ નિર્ણય કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં લેવાયો છે. 

ગુજરાતના ઠાકોર સમાજે છોકરીઓ અને  છોકરાઓ કે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે તેમના માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. સમુદાયે, પરંપરામાં સુધારો કરવા માટે એક ઠરાવ પસાર કરીને, છોકરીઓને મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. સમાજનું માનવું છે કે દોસ્તી, એફેર, લવમેરેજ એ બધા માટે આ મોબાઇલ જવાબદાર છે. સમાજનું માનવું છે કે,સગીર છોકરીઓમાં સેલ ફોનનો ઉપયોગ ઘણી બધી ખોટી બાબતોનું કારણ બને છે, અને તેથી મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

કોંગ્રેસના વાવાના ધારાસભ્ય ગેનીબેન  ઠાકોરે khabarChhe.Com  સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એવું જોવા મળી રહ્યુ ંહતું કે 18 વર્ષથી નાની ઉંમરના છોકરા કે છોકરી ભણવાને બદલે મોબાઇલનો વધારે ઉપયોગ કરે છે. એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 18 વર્ષથી નીચેના છોકરા અને છોકરી મોબાઇલ ફોન ન વાપરે, અમે વાલીઓ અને શાળાઓને પણ વિનંતી કરી છે.

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોરની હાજરીમાં ઠરાવ પસાર કરવામાં આવ્ હતો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લુંસેલા ગામમાં રવિવારે આ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ઠાકર સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. રાજકીય રીતે પણ આ સમાજના ઘણા મોટા નેતાઓ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર સહિતના અગ્રણી નેતાઓ છે, પરંતુ ઠાકોર સમાજે હાલમાં પંચાયત યોજીને મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે સગાઈ અને લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યાને મર્યાદિત કરવાનું સુધારણા પગલું ભર્યું. દરખાસ્ત મુજબ, સગાઈ અથવા લગ્ન સમારોહમાં માત્ર 11 લોકોએ જ હાજરી આપવી જોઈએ, ઠાકોર સમાજના સભ્યોની સંખ્યા સારી હોય તેવા દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અને લગ્ન અને સગાઈ પર થતા ખર્ચને નિયંત્રિત કરવો જોઈએ. લગ્નમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ન રાખવી જોઈએ.

સગાઈ અને લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યાને મર્યાદિત કરવાનું સુધારણા પગલાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્ત મુજબ, સગાઈ અથવા લગ્ન સમારોહમાં માત્ર 11 લોકોએ જ હાજરી આપવી જોઈએ, ઠાકોર સમાજના સભ્યોની સંખ્યા સારી હોય તેવા દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અને લગ્ન અને સગાઈ પર થતા ખર્ચને નિયંત્રિત કરવો જોઈએ. લગ્નમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ન રાખવી જોઈએ.

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે સગાઈ પછી સંબંધો તોડનારા પરિવારો પર સમુદાયે દંડ લાદવો જોઈએ. દંડ તરીકે એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ શિક્ષણ અને સામુદાયિક સુવિધાઓના નિર્માણ માટે થવો જોઈએ. જો છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જતી હોય, તો ગામડાના સમાજનાના સભ્યોએ તેમના માટે વાહનવ્યવહારની વ્યવસ્થા કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp