મોડાસા: 20 વર્ષનો પર્વ ક્રિક્રેટ રમતો હતો, મેદાન પર જ ઢળી પડ્યો, હાર્ટએટેકથી મોત

PC: twitter.com

અરવલ્લીના મોડોસામાં  એક 20 વર્ષનો યુવાન કિક્રેટ રમતો હતો અને અચાનક મેદાન પર ઢળી પડ્યો હતો. યુવાનને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનને કારણે પરિવાર પર જાણે આભ તુટી પડ્યુ હતું.

અરવલ્લીના મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પર્વ કેતુલ સોની શનિવારે ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. મેદાન પરના સાથીદારો તેને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ એ પહેલાં જ તેનું મોત થઇ ચૂક્યું હતું.

આ પહેલાં રાજકોટ, મોરબી, સુરત અને હવે મોડાસા ક્રિક્રેટ રમતા રમતા યુવાનો હાર્ટએટેકને કારણે મોતને  ભેટ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી કિક્રેટ રમતા રમતા, કે અન્ય સ્પોર્ટસ રમતા રમતા કે લગ્નમાં નાચતા નાચતા યુવાનો અચાનક પ્રભુને પ્યારા થઇ રહ્યા છે. આ ખરેખર, ચિંતાનો વિષય છે, કારણ કે, નાની નાની ઉંમરના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે.

તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હાર્ટએટેકના વધી રહેલા બનાવાથી સરકાર ચિંતીત છે અને તેના કારણો વિશેનો સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યો છે, એ રિપોર્ટ સામે આવ્યા પછી ખબર પડશે કે હાર્ટએટેક વધવાના કારણો  કયા છે.

કેટલાંક લોકોનું એવું માનવું છે કે કોરાના મહામારી હાર્ટેએટેકનું કારણ હોય શકે છે, પરંતુ ઘણા પરિવારોએ તો તૈમના એકનાએક વ્હાલસોયા સંતાનનોને ગુમાવ્યા છે.

હવે તમે જ વિચારો કે મોડાસાનો આ યુવાન એન્જિનયરીંગમાં ભણતો હતો અને પરિવારોએ તેના માટે અનેક સપનાઓ જોયા હશે, પરંતુ જ્યારે પર્વ ક્રિક્રેટ રમવા ગયો હશે તો ત્યારે પરિવારને સપનેય ખ્યાલ નહીં હોય કે પર્વ હવે પાછો નહી આવે, તેનો મૃતદેહ આવશે.

હજુ થોડા મહિના પહેલાંની જ વાત છે મોરબીમાં જિલ્લા પંચાયતના કર્મચારી અશોકભાઇનું મેદાન પર કિક્રેટની પ્રેકટીસ દરમિયાન મોત થયું હતું.તેમને પણ અચાનક હાર્ટએટેક આવી ગયો હતો.

રાજકોટમાં 45 વર્ષના મયુરભાઇ મકવાણા પણ મિત્રો સાથે મેદાન પર ક્રિકેટ રમતા હતા, તેમનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું હતું.

સુરતના ઓલપાડમાં નિમેષ આહીર નામનો યુવાન મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તે વખતે અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp