ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મધ્યમ વરસાદની શક્યતા, આ જિલ્લાઓમાં વરસાદ પડશે
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હકીકતમાં રાજસ્થાનમાં એક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર વધારે રહી શકે છે.
હવામાન ખાતાના મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ થશે નહીં, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. છેલ્લા ત્રણ તબક્કામાં સૌરાષ્ટ્રમાં સામાન્ય સિઝન કરતાં વધુ વરસાદ થયો છે. વરસાદ આપતી સિસ્ટમ પાંચ દિવસ પછી પણ સક્રિય થવાની શક્યતા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનના વરસાદ કરતાં 65 ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp