24 કલાકમાં ચોમાસું બેસી જશે, ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલ

PC: abplive.com

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. તેમણે કહ્યું છે કે,ગુજરાતાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે અને સાબરમતી અને નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. આ સમાચાર ગુજરાતના લોકોને રાહત આપનારા છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુદા જુદા વિસ્તારોમાં વીજળની કડાકા સાથે વરસાદ પડશે. ઇન્દ્રરાજા, ઐરાવત સહિત મેઘનો પ્રસવ કરશે. એક બે દિવસમાં વીજળીના કડાકા જોવા મળશે. તેમણે કહ્યું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વિદર્ભ, પળભરી, નાંદેડ, નાગપુર, વર્ધા, દક્ષિણ ભારત, મુંબઇના કેટલાંક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 25 તારીખ એટલે કે આવતીકાલથી ચોમાસું બેસશે, જો કે તેમણે કહ્યું કે, હવામાન વિભાગ તેના નિયમ મુજબ ચોમાસાની જે તારીખ આપે તે જ સાચી ગણવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સાબરમતી નદી, ઉદયપુરના વિભાગમાં નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

પટેલે કહ્યું કે, આજે સાંજ સુધીમાં મધ્ય- ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, ચોટીલા,ધોળકા, ધંધૂકા,બોટાદ, ભાવનગર, વલ્લભીપુર, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, બેચરાજી, મહેસાણાના કેટલાંક ભાગોમાં વરસાદ પડશે.25થી 30 જૂન સુધી વરસાદ પડશે, પણ 2 જૂલાઇ સુધી પણ પડી શકે છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો તેમના જાનમાલનું રક્ષણ કરે.

જાણવા મળેલી માહિતી મુજબ મુંબઇમાં શનિવારે ચોમાસાએ દસ્તક દીધી છે. ત્યારે ગુજરાતાં પણ ચોમાસા મે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. એવા સમયે અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે એવી આગાહી કરવાને કારણે ખેડુતોના ચહેરા પર ખુશી આવી ગઇ છે.

આજે વહેલી સવારથી જ પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી ઠેક ઠેકાણેપાણી ભરાયા છે. ગુજરાતના 50 તાલુકામાંવરસાદ નોંધાયો છે. જેમાંગોધરા, વડોદરાના દેસર, આણંદ, પંચમહાલના કાલોલ, ઉમરેઠરે, હાલોલ, ઠાસરા, સાવલી, ધોધંબા, ગળતેશ્વર, ધાનપુર, દેવગઢબારીયા, પેટલાદ, વડોદરા, પાદરા, બોરસદ,ડભોઈ, ગરબાડા અને નડિયાદ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી વધારે 4 રે ઈંચ વરસાદ ગોધરામાંપડ્યો છે. વડોદરાના દેસરમાંપણ ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp