ગુજરાત સરકારની જાહેરાત આટલા નવા શિક્ષકોની ભરતી થશે, સરકારી શાળા બંધ નહીં થાય

PC: youtube.com

શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્ત્વની જાહેરાત કરી છે જે શિક્ષક નોકરી મેળવવાની ઇચ્છા રાખતા લોકો માટે કામની છે. સરકારી શાળાઓમાં 25000 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત મંત્રીએ કરી છે. બીજી પણ મહત્ત્વની જાહેરાત મંત્રીએ કરી છે. એક પણ સરકારી શાળા બંધ નહીં થાય એમ પણ મંત્રીએ કહ્યું  છે.

ગુજરાતના રાજય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષણને માટે અનેક મહત્ત્વની જાહેરાત કરી છે. પાનસેરિયાએ કહ્યું કે, રાજ્યમાં 25 હજાર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 16,000 નવા વર્ગ ખંડ બનાવાશે અને એક પણ સરકારી શાળા બંધ થવાની નોબત નહીં ઉભી થાય.શાળાઓમાં શિક્ષકોના અભાવની ફરિયાદ ઘણા સમયથી ચાલતી હતી.

સુરતના કામરેજના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પહેલાવીર મંત્રી બનેલા પ્રફુલ્લ પાનસેરિયાએ શનિવારે મહત્ત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં નવા 25000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મંત્રી પાનસેરિયાએ કહ્યું કે, રાજ્યમાં એક પણ સરકારી શાળા બંધ નહીં કરવામાં આવે, ભલે 10 વિદ્યાર્થીઓ હશે તો પણ શાળા ચાલું રાખવામાં આવશે.

પાનસેરિયાએ બીજી જાહેરાત એ કરી છે કે ગુજરાતની સરકારી શાળાઓમાં 16,000 નવા વર્ગ ખંડ બનાવવમાં આવશે, સાથે તેમણે એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓને એક ગામથી બીજા ગામ જવું હશે તો સરકાર ગાડીની વ્યવસ્થા કરી આપશે.

શિક્ષણ મંત્રી પાનસેરિયાએ કહ્યું કે સરકારી શાળા બંધ કરવાનો સરકારે કોઇ પગલાં ભર્યા નથી. એક પણ સરકારી શાળા બંધ નહીં થાય, ગામડેથી આવતા વિદ્યાર્થીઓ માટે મારૂતિવાન કે અન્ય વાગનની સુવિધા સરકાર પુરી પાડશે.

કોંગ્રેસે વર્ષ 2022મા વિધાનસભા સત્રમાં સવાલ પુછ્યો હતો કે ગુજરાતની શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 ઓરડાઓની ઘટ છે. શાળાઓમાં ઓરડાની ઘટ બાબતે ધારાસભ્યો પણ શિક્ષણ મંત્રીઓને રજૂઆત કરતા આવ્યા છે. આ બધી રજૂઆતને પગલે હવે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 16000 નવા ઓરડા બનાવવાની જાહેરાત કરી છે. આ ઓરડા બનાવવા પાછળ 937 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. મિશન સ્કુલ ઓફ એકસલન્સ હેઠળ નવા ઓરડા તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં શિક્ષણ વિશે વારંવાર રાજકારણ ચાલતું રહે છે, આમ આદમી પાર્ટીએ પણ અનેક વખત ગુજરાતના શિક્ષણ વિશે સવાલો ઉઠાવ્યા છે. શિક્ષણ સુધારાનું આ પગલું ગુજરાતની ઇમેજ સુધારી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp