માતા અને પુત્રીનું એક જ પુરુષ સાથે અફેર હતું, દીકરીએ માતાને પતાવી દીધી

PC: timesofindia.indiatimes.com

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. 13 જુલાઇએ મુંદ્રાના હમીરમોરા ગામના દરિયાકાંઠેથી એક મહિલાને કોહવાઇ ગયેલી લાશ મળી હતી. પોલીસની ટીમ તપાસમાં લાગી હતી અને ભારે મહેનત પછી પોલીસે હત્યારાઓને શોધી કાઢ્યા હતા.મહિલાની હત્યા કરનાર તેની 17 વર્ષની દીકરી જ હતી અને તેણીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી માતાની હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી. જાણવા મળેલી વિગત મુજબ માતા અને પુત્રીનું એક પુરુષ સાથે અફેર હતું અને તેમાં માતા વચ્ચે આવતી હતી એટલે દીકરીએ તેના પ્રેમી સાથે મળીને માતાનું કાસળ કાઢી નાંખ્યું. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઇ ગયા છે.

ભુજના માધોપરામાં રહેતી લક્ષ્મી નામની મહિલાના 7 વર્ષ પહેલા જિતેન્દ્ર ભટ્ટ સાથે લગ્ન થયા હતા. એ લક્ષ્મીના બીજા લગ્ન હતા અને તેની પહેલા લગ્નથી એક પુત્રી હતી જે પણ તેણીની સાથે જ રહેતી હતી. લક્ષ્મીને 6 મહિલા પહેલા રંગરોગાનનું કામ કરતા યોગેશ જોતિયાના સાથે પ્રેમ થયો હતો. આને કારણે લક્ષ્મી અને તેના પતિ સાથે અનેકવાર ઝગડા પણ થતા હતા. લક્ષ્મીના પતિની ગેરહાજરમાં બંને તેમના જ ઘરમાં રંગરેલિયા મનાવતા હતા. આ દરમિયાન લક્ષ્મીની પુત્રીની પણ યોગેશ સાથે આંખ મળી ગઇ હતી.તે પણ યોગેશ સાથે કામ કરવા જતી. યોગેશ અને દીકરીના અફેરની લક્ષ્મીને જાણ થતા તેણીએ વિરોધ કરવાનું શરૂ કર્યુ હતું. આ વાતથી કંટાળીને દીકરી અને પ્રેમીએ લક્ષ્મીનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.

પોલીસ માટે આ હત્યાનો ઉકેલ લાવવો ઘણો મુશ્કેલ હતો, કારણકે પોલીસને કોઇ કડી મળતી નહોતી. પોલીસે ગુમ થયેલી મહિલાઓની યાદી પણ તપાસી જોઇ, પરતું પોલીસને કોઇ સફળતા મળી નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પોલીસને કોઇ સુરાગ ન મળ્યો.

પોલીસે કહ્યું કે, હત્યા કરાયેલી જગ્યા એવી હતી કે જે બહારના વ્યકિતઓને ખબર ન હોય, એટલે પોલીસનું માનવું હતું કે કોઇ સ્થાનિકની મદદ વગર આ શક્ય ન બને. પોલીસે મહિલાના વર્ણનને આધારે પેમ્પલેટ તૈયાર કર્યા અને GSRTCની બસોમાં લગાવ્યા અને લોકોને વિનંતી કરી કે આ મહિલા વિશે કોઇ માહિતી મળે તો પોલીસને જાણ કરે. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે દોઢેક મહિના પહેલા ચારેક લોકો હમીરપોરાના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પોલીસે કાર્યક્રમની તારીખ શોધી કાઢી અને એ દિવસના કોલ રેકોર્ડસ તપાસ કર્યા. જેમાં મહિલાની જ્યાં હત્યા થઇ હતી તે સ્થળ પાસે યોગેશ જોતિયાણાનું લોકેશન મળ્યું હતું. યોગેશે નારણ જોગીને ફોન કર્યો હતો તેને પોલીસે શોધી કાઢ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે હત્યાની વાત કબુલી લીધી હતી.

નારણ જોગીએ કહ્યુ હતું કે લક્ષ્મી તેની દીકરી અને યોગેશ હમીરપોરા આવ્યા હતા અને દરિયા કિનારે ફરવા જવાના બહાને લક્ષ્મીને લઇ જવામાં આવી હતી,જ્યાં યોગેશે લક્ષ્મીના માથામાં ઘા મારીને હત્યા કરી નાંખી હતી. નારણ, યોગેશ અને લક્ષ્મીની પુત્રી પછી લાશને ત્યાં જ દફનાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp