અમદાવાદીઓના ખિસ્સા થશે ખાલી, AMTS-BRTSની મુસાફરી મોંઘી થશે

PC: ahmedabadmirror.com

અમદાવાદી લોકો માટે માઠી ખબર સામે આવી શકે છે કારણ કે, AMTS અને BRTSનું ભાડું વધારવા માટે અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર વિચારી રહ્યું છે. AMTS અને BRTSમાં છેલ્લી વખત વર્ષ 2014માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ના કમિશનરે AMTS અને BRTSના ભાડા વધારા માટેની દરખાસ્ત મુકી છે. આજે AMCના હોદેદારો અને કમિશનર વચ્ચે એક બેઠક મળશે. આ બેઠકમાં ભાડા વધારા અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

બીજી તરફ AMTS અને BRTSમાં એક સરખુ ભાડુ કરવાની હલચલ ચાલી રહી છે. જેમાં લધુત્તમ ભાડુ 5 રૂપિયા બંને બસોમાં રહેશે. AMTSના 3 રૂપિયામાંથી 5 રૂપિયા કરાશે. એટલું જ નહીં, આગામી સમયમાં AMTSમાં નવી AC બસોનો વધારો કરવામાં આવશે. અમદાવાદીઓની શાન ગણાતી AMTS- BRTSના ભાડાની બાબતે ખૂબ જ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. AMC તંત્ર અને ભારતીય જનતા પાર્ટી (BJP) શાસકો દ્વારા ભાડા વધારાની બાબતે હલચલ શરૂ કરાઈ છે.

છેલ્લી વખત વર્ષ 2014માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી વર્ષ 2023માં ભાડામાં વધારવા કરવા બાબતે વિચારો ચાલી રહ્યા છે. હાલમાં AMTSમાં લઘુત્તમ કિંમત 3 રૂપિયા, જ્યારે મહત્તમ 35 રૂપિયા છે, જ્યારે BRTSમાં લઘુત્તમ 4 રૂપિયા અને મહત્તમ 32 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો ફેરફાર થતા AMC તંત્રની ભાડા વધારાની હલચલ ચાલી રહી છે.

મીડિયો રિપોર્ટ્સ મુજબ, હવે બસના ભાડામાં વધારવાનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે. જેમાં લધુત્તમ ભાડામાં 2 રૂપિયા, જ્યારે વધુમાં વધુ ભાડામાં 5 રૂપિયા સુધીનો વધારો કરી શકાય છે. કમિશનર અને ભાજપના સત્તાધારીઓએ આ વધારો કરવા સંમતિ આપી દીધી છે. આગામી દિવસોમાં આ બાબતનો ચાર્ટ તૈયાર કરી અને નવા ભાવની જાહેરાત કરાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ AMCના અધિકારીઓ અને ભાજપના સત્તાધારીઓ વચ્ચે બેઠક થઇ હતી. જેમાં ભાજપના સત્તાધારીઓ દ્વારા બસના હાલના વર્તમાન ભાડામાં કેટલો અને કેવી રીતે વધારો કરી શકાય તે બાબતે વિચારણા કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય થઇ શકે છે. નોંધનીય છે કે, AMC સંચાલિત AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. વર્ષોથી ખોટ ખાતી AMTS અને BRTS બસના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં AMTS અને BRTSના ભાડામાં વધારો કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp