મુંબઇનો સ્માર્ટ ચોરઃ મોબાઇલ રાખે નહીં, કારમાં જ સુઈ જાય, સુરત પોલીસે પકડ્યો

PC: bhaskar.com

તમે ચોરોની ઘણી બધી વાર્તાઓ વાંચી હશે. ચોરીની ઘટના બાદ ચોરો વારંવાર ચોરીનો સામાન છુપાવી દેતા હોય છે, પરંતુ ગુજરાતના સુરત શહેરની પોલીસે એક ચોરને પકડી પાડ્યો છે, જે કાર ચોરી કર્યા બાદ તે કારમાં જ સૂઈ જતો હતો. આટલું જ નહીં, તે પોતાની સ્માર્ટ રીતોથી પોલીસને મૂર્ખ પણ બનાવતો હતો. આ કારણે પોલીસને તેના પર શંકા જતી નહોતી. સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આ કાર ચોરની મોડસ ઓપરેન્ડી તદ્દન અલગ છે, તે હોટલોમાં રોકાતો ન હતો પરંતુ ચોરી કરીને કારમાં જ સુઈ જતો હતો. મુંબઈમાં રહેતો જુનૈદ શેખ નામનો આ સ્માર્ટ ચોર 31 વર્ષનો છે. તે ત્રણ વર્ષથી વધુ સમયથી આવું જ કરતો હતો. તેના ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 31 કેસ નોંધાયા છે.

આ વિચિત્ર ચોરને પકડ્યા બાદ સુરત પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી ત્યારે માયાનગરી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મુંબઈ પોલીસે સુરત પોલીસ અધિકારીને પૂછ્યું કે, તેને કેવી રીતે પકડ્યો? સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચના DCB અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ જુનૈદ શેખ નામનો આ ચોર ખૂબ જ ચાલાક છે. તેણે પોતાની શાર્પ ડ્રાઇવિંગથી ઘણી વખત મુંબઈ પોલીસને ચકમો આપી છે. એકવાર પીછો કરતા એક મુંબઈ પોલીસ અધિકારીને કારથી લગભગ કચડી જ નાખ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કાર ચોર પાસેથી 11.35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન જુનૈદ શેખનું હુલામણું નામ બોમ્બિયા ઉર્ફે બાબા હોવાનું સામે આવ્યું છે. પોલીસથી બચવા માટે તે મોબાઈલ રાખતો નથી અને ક્યારેય હોટલ અને લોજમાં રોકાતો નહોતો. તેના બદલે તે કારમાં જ સૂતો હતો. સુરત પોલીસે આ સ્માર્ટ ચોરને ચોક બજાર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, તે અગાઉ પણ એકવાર મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. કારની ચોરી ઉપરાંત તે કારમાંથી રોકડ, લેપટોપ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરે છે.

સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ માટે ઘણા સમયથી આ માથાનો દુખાવો બની રહ્યો હતો. તે સિવાય સુરતમાં પણ કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે ખૂબ જ ચાલાક છે. કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવા માટે તે સ્ક્રુડ્રાઈવર વડે કારના કાચ તોડીને કિંમતી સામાન બહાર કાઢતો હતો, પરંતુ ચોરીની કારમાં સૂઈ જવાના કારણે પોલીસને તેના પર શંકા ન હતી, પરંતુ આ વખતે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp