અમદાવાદ: પત્નીની છેડતી કરનાર મિત્રને ઘરે બોલાવી તેના શરીરના ટુકડા કરી ફેંકી દીધા

PC: divyabhaskar.co.in

ગુજરાતના અમદાવાદમાં આવેલા બાપુનગરમાં રહેતો એક યુવક છેલ્લાં કેટલાંક દિવસથી ગુમ હતો, પોલીસ તપાસ કરી રહી હતી તેમાં આખો ભેદ ખુલ્યો હતો કે આડસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પત્નીની છેડતી કરનાર મિત્રને ઘરે સરપ્રાઇઝ આપવાના બહાને બોલાવવામાં આવ્યો હતો અને પછી મિત્રનું તલવારથી માથું ધડથી અલગ કરી નાંખ્યું અને તેને કચરા પેટીમાં નાંખી દીધું અને શરીરના ટુકડે ટુકડા કરીને કેનલમાં નાંખી દીધા હતા. પોલીસે આરોપી મિત્ર અને તેની પત્નીની ધરપકડ કરી છે અને પોલીસને કેનાલમાંથી યુવકના શરીરના ટુકડાં પણ મળી આવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ બાપુનગરમાં રહેતા મોહમંદ મેરાજને 40 વર્ષના ઇમરાન સૈયદ સાથે મિત્રતા હતી અને મેરાજ નિયમિત ઇમરાનના ઘરે આવતો જતો રહેતો હતો. આ દરિમયાન મેરાજ અને ઇમરાનની પત્ની રિઝવાનાની આંખ મળી ગઇ હતી અને તેમની વચ્ચે સંબંધ બંધાયો હતો. મેરાજ અને પત્ની રિઝવાનાના આડાસંબધની ઇમરાનને ખબર પડી ગઇ હતી.

જ્યારથી પતિ ઇમરાનને મેરાજ સાથેના સંબંધની ખબર પડી હતી ત્યારથી રિઝવાનાએ મેરાજ સાથે દુરી બનાવી લીધી હતા, પરંતુ મેરાજ છેલ્લાં 1 વર્ષથી રિઝવાનાની પાછળ પડ્યો હતો અને સંબંધ રાખવા પર દબાણ કરતો હતો. તે વારંવાર છેડતી પણ કરતો હતો. આ વાત રિઝવાનાએ તેના પતિ ઇમરાનને કરી હતી. આ પછી ઇમરાને પત્ની રિઝવાના સાથે મળીને મેરાજની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

MERAJ

22 જાન્યુઆરીએ રિઝવાનાએ મેરાજને ફોન કરી ને કહ્યું કે તને એક સરપ્રાઇઝ આપવાની છે તું ઘરે આવ. મેરાજ ઘરે આવ્યો એટલે રિઝવાનાએ તેની આંખ પર પાટો બાંધીને કહ્યું કે, તને થોડી વારમાં સરપ્રાઇઝ મળશે. એ દરમિયાન ઇમરાને મેરાજના પેટમાં તલવાર હુલાવી દીધી હતી અને ત્યાં સુધી  તલવારના ઘા માર્યા જ્યાં સુધી મેરાજ મોતને ન ભેટ્યો.

ઇમરાનનું ખુન્નસ આટલેથી પુરુ થયું નહોતું. તેણે મેરાજનું ધડ માથાથી અલગ કરીને કચરા પેટીમાં નાંખી દીધું અને શરીરના  9 ટુકડા કરીને કેનાલમાં ફેંકી દીધા. યોજના મુજબ 4 બેગમાં શરીરના અલગ અલગ ટુકડાં રાખીને મુકવામાં આવ્યા હતા. પહેલાં ધડને ઘરથી 200 મીટર દુર કચરાના ઢગલાંમાં ફેંકી દીધું અને બીજા દિવસે સ્કુટી પર જઇને ઓઢવ પાસેની કેનાલમાં ફેંકી દીધા હતા.

 આટલી ક્રુર રીતે હત્યા કરીને પણ ઇમરાન અને રિઝવાના નિરાંતે જીવતા હતા. મેરાજના પરિવારને ખબર હતી કે તે ઇમરાનના  ઘરે વારંવાર જતો હતો. ક્રાઇમ બ્રાન્ચે કડકાઇથી ઇમરાન અને રિઝવાનાની પુછપરછ કરી તો આખી હત્યાનો પ્લાન બહાર આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp