મૌલાના કહે-મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય,તેનો વિરોધ કરનારા 3 મુસ્લિમોએ ફિનાઇલ પીધુ
.jpg)
પોરબંદરમાં ત્રણ મુસ્લિમ છોકરાઓએ ફિનાઇલ પીય લીધું અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને જણાવ્યું કે, તેમના સમુદાયના જ કેટલાક લોકો તેમના પર અત્યાચાર કરી રહ્યા હતા. રાષ્ટ્રીય ધ્વજને લઈને એક મૌલવીના ફતવાને નકારવાના કારણે તેમને બદનામ કરવામાં આવી રહ્યા હતા અને સમાજથી બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય છોકરાઓએ શરિયત કાયદાનો સંદર્ભ આપીને એક મૌલવી તરફથી આપવામાં આવેલા આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, ગત દિવસોમાં પોરબંદરના એક મૌલાનાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો જોઈએ, પરંતુ તેને સલામી ન આપવી જોઈએ. ત્યારબાદ મુસ્લિમ સમાજના 6 યુવક મૌલાના હાફિઝ વાસિફ રાજા પાસે ગયા અને વાયરલ ઓડિયો ક્લિપને લઈને સવાલ કર્યા. કથિત રીતે મૌલાનાએ સ્વીકાર કર્યો કે ક્લિપ સાચી છે અને તેમણે જ આ નિવેદન આપ્યું છે.
તેના પર યુવકોએ તેમની વાતને નકારતા કહ્યું કે પયગમ્બરે મુસ્લિમોને સંદેશ આપ્યો છે કે તેમણે દેશભક્ત હોવું જોઈએ, એટલે તેમનું નિવેદન ખોટું છે. મૌલાના હાફિઝ વાસિફ રાજા પોતાની વાત પર કાયમ રહ્યા અને ઓડિયોમાં કહેલી વાતોનું પુનરાવર્તન કર્યું. નગીના મસ્જિદ પોરબંદર અને દારૂલ ઉલૂમ ગૌશે આજમ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પંજાની (ઉંમર 60 વર્ષ) તરફથી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, આબિદ અનવર કાદરી, ઇકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાજ હારુન, યુનુસ કાદરી અને કેટલાક અજાણ્યા લોકોએ લગભગ 20 દિવસ અગાઉ અને 2 ઑગસ્ટે ઓડિયો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
ત્યારબાદ તેઓ દારૂલ સંસ્થામાં આવ્યા અને મૌલાના હાફિજ વાસિફ રાજાને ગાળો આપી અને કેટલાક લોકો સાથે મારામારી કરી. હાફિઝ અને કેટલાક અન્ય મુસ્લિમ નેતાઓને જીવથી મારવાની ધમકી આપી. કેસ નોંધાયા બાદ શકાલી કાદરી, સોહેલ ઈબ્રાહીમ પરમાર અને ઇમ્તિયાજ હારુને ઇસ્ટાગ્રામ પર રીલ બનાવી અને કહ્યું કે, તેમના સમુદાયના કેટલાક લોકો તેમના પર અત્યાચાર કરી રહ્યા છે અને સમાજ બહાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમણે ફિનાઇલ પીય લીધું.
પોરબંદરના એસ.પી. ભાગીરથ સિંહ જાડેજાએ કહ્યું કે, ઓડિયો ક્લિપ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ દરમિયાન દારૂલ ગૌસેના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પંજાની અને અન્યએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને દાવો કર્યો કે, જે ક્લિપને વાયરલ કરવામાં આવી રહી છે તે સાચી નથી. મૌલાનાએ એવું કોઈ ભાષણ આપ્યું નથી. જે છોકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમની વિરુદ્ધ પહેલાથી જ કેટલાક કેસ ચાલી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp