નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ્સઃ ઈંદોર ફરી નંબર 1, ગુજરાતનું આ શહેર બીજા ક્રમે

PC: toi.com

 કેન્દ્ર સરકારે ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ્સ 2022ની શુક્રવારે જાહેરાત કરી. ઈંદોરે બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ જીત્યો. ત્યાર પછી સુરત અને આગ્રા ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. સ્માર્ટ સિટી મિશન લાગૂ કરવાના મામલામાં મધ્ય પ્રદેશે સર્વશ્રેષ્ઠ રાજ્ય એવોર્ડ જીત્યો. તો તમિલનાડુએ બીજો નંબર મેળવ્યો. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશની કેટેગરીમાં ચંડીગઢને પહેલું સ્થાન મળ્યું.

દેશના 100 સ્માર્ટ શહેરોમાં પણ ઈંદોર પહેલા સ્થાને રહ્યું છે. તમને જણાવી દઇએ કે, સ્વચ્છતા સરવેમાં પણ ઈંદોર પહેલા નંબરે રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેર થયેલા સ્વચ્છતા સરવેમાં ઈંદોર સતત છઠ્ઠીવાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું કે ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ્સ 2022 હેઠળ અલગ શ્રેણીઓમાં કુલ 66 વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.

દરેક વિજેતાઓને એવોર્ડ્સ 27 સપ્ટેમ્બરના રોજ ઈંદોરના એક ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આપવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંડીગઢને સૌથી વધારે પોઇન્ટ મળ્યા છે. અન્ય શહેરોમાં કોયમ્બટૂરે નિર્મિત પર્યાવરણ લિસ્ટમાં પહેલો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે અમદાવાદે સંસ્કૃતિ શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું છે. પિંપરી ચિંચવડને ગવર્નેંસ માટે પ્રથમ પુરસ્કાર મળ્યું છે. જ્યારે ચંડીગઢને મોબિલિટી માટે સર્વશ્રેષ્ઠ દરજ્જો મળ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે ઈંદોર શહેરી મામલાઓના મંત્રાલયના દરેક મિશનોમાં ટોચ પર રહ્યું છે.

કેન્દ્ર દ્વારા 25 જૂન 2015ના રોજ લોન્ચ કરવામાં આવેલા સર્માટ સિટી મિશનનો હેતુ નાગરિકોને શહેરોમાં જરૂરી પાયાનું માળખું, સ્વચ્છ વાતાવરણ, ક્વોલિટી લાઇફ પ્રદાન કરે છે. દેશમાં શહેરી વિકાસ કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવાના હેતુથી આ યોજના હેઠળ 100 શહેરોને લેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ કુલ પ્રસ્તાવિત યોજનાઓમાંથી 110635 કરોડ રૂપિયાની 6041 યોજનાઓ પૂરી થઇ ચૂકી છે અને 60095 કરોડ રૂપિયાની બાકીની 1894 યોજનાઓ 30 જૂન 2024 સુધીમાં પૂરી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp