શું રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનાર સામે બળાત્કારનો ગુનો નોંધાવશે?

PC: toutube.com

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સ્વચ્છતાને લઇને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંક પર રાજકોટ આવ્યું છે. રાજકોટને વધારે સ્વચ્છ બનાવીને પહેલા ક્રમાંક પર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ RMCના અધિકારીઓએ આ બોર્ડમાં લખાણ લખવામાં ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

RMCના અધિકારીઓ નોટીસ બોર્ડમાં સુચના લખીને જાહેરમાં કચરો નાંખનાર વ્યક્તિને સજા થશે તેવી માહિતી આપી રહ્યા છે, બોર્ડમાં એવું પણ લખ્યું છે કે, કચરો નાંખનાર પર IPCની કલમ 376 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ રાજકોટની શાળા નંબર 66ની પાસે આવેલા શૌચાલયની બહાર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે,' ચેતવણી આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આ જગ્યા પર કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર પર IPCની એક્ટ 376 મુજબ તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબના હુકમથી.'

આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટીસમાંથી 376ના શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમાં ભૂલ થઇ છે ખરેખર BPMC એક્ટની કલમ 376 છે. પેઈન્ટર તરફથી જે ભૂલ થઇ છે તે બાબતે ખુલાસો મેળવવામાં આવશે અને બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. જેમને ભૂલ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ ગંભીર બાબત છે. આમાં ખરેખર કોની ભૂલ છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp